________________
૨૮ આત્મવિશુદ્ધિ સ્પર્શજ્ઞાનથી અનુભવ કરાવે છે. શુદ્ધ વ્યવહાર એ કારણરૂપ હોય છે. ત્યારે શુદ્ધ નિશ્ચય એ બરોબર કાર્યની સિદ્ધિના રૂપમાં હોય છે.
જે વ્યવહાર નિશ્ચય તરફ લઈ જતો નથી, નિશ્ચયના અનુભવમાં મદદગાર થતો નથી તે વ્યવહાર શુદ્ધ વ્યવહાર નથી. જો વ્યવહારને આપણે સુતરરૂપ માનીએ તો નિશ્ચય તેના બનેલા કપડારૂપે છે. મતલબ કે વ્યવહાર કારણ છે, નિશ્ચય કાર્ય છે. એકલો વ્યવહાર કાર્યનો સાધક નથી તેમ એકલો નિશ્ચય પણ કાર્યનો સાધક નથી. કેટલાએક જીવો કેવળ વ્યવહારમાં જ પ્રવૃત્તિ કર્યા કરે છે અને નિશ્ચય શું છે તે સમજતા પણ નથી, અને તેના તરફ લક્ષ પણ દેતા નથી. તો એવો વ્યવહાર લક્ષ વિનાના બાણની માફક કાર્યનો સાધક નહિ બને. તેમ કેટલાએક કેવળ નિશ્ચયને ૪ પકડી વ્યવહારનો તિરસ્કાર કરે છે. તેમના હાથમાં નિશ્ચય આવવાનો નથી. હા, નિશ્ચયનું જ્ઞાન તેમની સમજમાં આવશે, પણ તે પ્રમાણે વ્યવહારૂ વર્તન ન હોવાથી પાણીમાં પેસી હાથ પગ ન ચલાવનાર માણસ જેમ તરવાની કળાનું જ્ઞાન ધરાવવા છતાં પાણીમાં ડૂબે છે, તેમ તત્ત્વનું જ્ઞાન ધરાવનાર તે તરફ પ્રવૃત્તિ ન કરે તો ખરા નિશ્ચયનો અનુભવ તેને થવાનો જ નહિ. જે ગુણસ્થાને મિથ્યાત્વનો ઉદય નથી તેવા ચોથા ગુણસ્થાનથી લઈને આગળના તમામ ગુણસ્થાને એક એકથી ચડીયાતો આત્મબોધ યા આત્મજાગૃતિ હોય છે. અને કર્મોનું ઓછાપણું એટલે