________________
આત્મવિશુદ્ધિ જ ૬૭ વિચારોને હઠાવે છે. કાંટો કાઢવા માટે સોય કે શૂળરૂપ બીજો કાંટો પગમાં નાખવો પડે છે, આ કાંટો પ્રથમના કાંટાને કાઢી નાખે છે, કાંટો નીકળ્યા પછી તે બન્નેને દૂર કરવામાં આવે છે. તેમ મનની વિશુદ્ધિ માટે, મનનો મેલ દૂર કરવા સારૂ, પરમાત્માના નામનો જાપ કરવા રૂપ કે તેમની વીતરાગ ભાવવાળી સજીવન મૂર્તિનું યા શુદ્ધ આત્મભાવને સૂચક પ્રતિમાજી પ્રમુખનું આલંબન લેવામાં આવે છે. આ આલંબનની મદદથી મનની વિશુદ્ધિ કરવામાં આવે છે. મલીનતારૂપ કાંટો આ આલંબનના કાંટાથી કાઢવામાં આવે છે. તે મલીનતા દૂર થતાં આલંબનરૂપ કાંટાને પણ મૂકી દેવામાં આવે છે.
આ આલંબનમાં મન સર્વથા શાંત થતું નથી. જાપ કરવો કે આકૃતિ સામે જોવામાં મનને રોકાવું પડે છે. આટલી પણ વિભાવદશા છે. આટલી પણ મનની પ્રવૃત્તિ છે છતાં અશુભ વિચારમાં પ્રવર્તતા મન કરતાં આટલી મનની પ્રવૃત્તિ રહે છે તે ઉત્તમ છે. મનની ઘણી પ્રવૃત્તિ બંધ થયેલી છે. જેમ મંત્રવાદી મંત્રના પદને બોલીને ધીમે ધીમે સાપ પ્રમુખના ઝેરને દૂર કરે છે, તેમ પરમાત્માના નામ સ્મરણરૂપ મંત્રના પદોવડે મનની અશુદ્ધતારૂપ ઝેરને સાધક ધીમે ધીમે દૂર કરે છે. ઝેર ઉતરી ગયા પછી મંત્રના શબ્દો બોલવાની જરૂર નથી. શબ્દના બળથી ઝેરના પરમાણુ હઠી જાય છે અથવા રૂપાંતરમાં બદલાઈ જાય છે. જેમ અંધકારના પરમાણુઓ પ્રકાશના પરમાણુના બળથી