________________
૭૪ આત્મવિશુદ્ધિ આ વિનો તે પ્રભુ માર્ગના પ્રવાસીની કસોટી રૂપ છે. કસોટીમાંથી પાસ થાય તો જ તે સોનાની કિંમત બરાબર ઉપજે છે તેમ વિદનની કસોટીમાંથી આ જીવે પસાર થવાનું છે. પોતાના પ્રભુ સ્મરણના માર્ગમાં રોગ, શોક, ઉપાધિ, આળસ્ય, સ્નેહ, વાસના ઇત્યાદિ આડા આવી ઉભા રહે છે, તે વખતે જો આ જીવ પામર, રાંક, હતાશા, નિરાશ અને ઉત્સાહ રહિત થઈને “હું શુદ્ધ આત્મા છું' એ સ્મરણ મૂકી દે તો વિદનો મજબુત થઈને તેના ઉપર ચડી બેસે છે. તે વખતે જીવ એમ વિચારે છે કે આજે નહિ પણ કાલે સ્મરણ કરીશ, મહીના પછી કરીશ કે આ કાર્ય પૂરું થયા પછી કરીશ તો જરૂર સમજવું કે તે ધીર પુરુષ નથી, પણ કાયર છે. ધીમે ધીમે તેની કાયરતામાં વધારો થશે અને એક વખત એવો આવશે કે તેની આ સુંદર પ્રવૃત્તિ છૂટી જશે. આવા વખતે પૂર્વના મહાન પુરુષોનાં જીવનોને યાદ કરી, તેઓના અખંડ પુરુષાર્થને દૃષ્ટિમાં રાખી, સંગમદેવ જેવાના છ છ મહીનાના ઉપસર્ગમાં પણ નિશ્ચળ અને અડોલ રહેલા પ્રભુ મહાવીર જેવા વીર પુરુષો તરફ લક્ષ રાખીને ઉદય આવેલાં કર્મોથી પરાભવ ન પામતાં, વિદનોને હટાવી દેવાથી તેના પુરુષાર્થમાં, ઉત્સાહમાં અને જીવનમાં કોઈ અપૂર્વ શક્તિ પ્રગટ થશે. આ બળ અનેક તેવા બળને મેળવશે. આ ઉત્સાહ તેથી મહા ઉત્સાહને પ્રગટ કરશે. માટે તેવા વિદનના પ્રસંગે પુરજોશથી બળ વાપરવું અને આત્મભાન અને આત્મ સ્મરણ ચુકવું નહિ.