________________
આત્મવિશુદ્ધિ જ ૩૫ કાદવથી જળને જુદું જોવે છે, મોરપીંછમાંથી ત્રાંબુ જુદું પાડે છે, તલમાંથી તેલને અલગ કરે છે અને દુધમાંથી અમુક ઉપયોગ વડે ઘીને જુદું પાડે છે, તેમ જ્ઞાનીઓ ભેદજ્ઞાનની મદદથી દેહ તથા કર્મોને અને તેમાંથી ઉત્પન્ન થયેલી રાગદ્વેષાદિ અનેક પ્રકારની ઉપાધિઓને જુદી જાણે છે, કરે છે અને અનુભવે છે.
આત્મામાં જ્ઞાનગુણની મુખ્યતા છે. પુદ્ગલોમાં જડતાની મુખ્યતા છે. જ્ઞાતાપણું અનેદેષ્ટાપણું એ આત્માનાં લક્ષણો છે જ્ઞાતાપણાના ગુણને લઈને આત્મા આખા વિશ્વને જાણવાની શક્તિ ધરાવે છે અને દેખાપણાના ગુણને લઈને આખા વિશ્વને જોવાની શક્તિ ધરાવે છે. પુદ્ગલોમાં જડતા હોવાથી આ ગુણો તેમાં નથી. તેને અજીવ, જડ, પુગલ, માયા વગેરે નામોથી સંબોધવામાં આવે છે. સડવું, પડવું, વિખરાવું, મળવું, વિવિધ આકારો ધારણ કરવા એ જડતાનો સ્વભાવ છે. જેમાં શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ હોય તે પુગલો કહેવાય છે. શરીર, વચન, મન અને વિવિધ પ્રકારનાં કર્મો તે જડતામાંથી જ ઉત્પન્ન થાય છે.
કુળની, વર્ણની, પક્ષની, જ્ઞાતિની, પરિજનોની, સંબંધીઓની, ભાઈની, પુત્રની, સ્ત્રીની, દેહની, વિકારોની, ગુણોની, નગરની, દેશની અને રાષ્ટ્રની ઇત્યાદિ વિવિધ પ્રકારની હૃદયમાં રહેલી લાગણીઓને ભેદીને સહજ ગુણના નિધાનરૂપ આત્મા રહેલો છે. સેવાળને દૂર કરીને જેમ