________________
આત્મવિશુદ્ધિ ૨૩
પ્રકરણ છઠ્ઠું આલ્બાણની પ્રતિજ્ઞા
सुखं दुःखं महारोगे, क्षुधादीना मुपद्रवे । चतुर्विधोपसर्गे च कुर्वेचिद्रूप चिंतनं ॥१॥
“સુખમાં, દુ:ખમાં, મહાન્ રોગમાં, ક્ષુધા આદિના ઉપદ્રવમાં અને દેવાદિકના ચાર પ્રકારના ઉપસર્ગના પ્રસંગમાં પણ હું આત્માનું ચિંતન કરીશ.'
જેવી રીતે દુ:ખમાં અધિક વેદનાને લઈને મનુષ્યો આત્મભાન ભૂલી જાય છે તેવી જ રીતે સુખમાં સુખની અધિકતાને લઈને પણ આત્મભાન ભૂલાય છે. મહાન્ રોગમાં પણ દેહાધ્યાસને લઈને જીવો આત્મભાન ભૂલે છે. ક્ષુધાને લઈને પણ આત્મભાન યાદ આવતું નથી. તેમ જ દેવ, મનુષ્ય અને તિર્યંચના તેમ જ સ્ત્રી આદિકના અનુકૂળ તથા પ્રતિકૂળ ઉપસર્ગો પણ આત્મભાન ભૂલાવી દે છે. આત્મસ્વરૂપની ખરી દઢતા અને પૂર્ણ જાગૃતિ હોય તો જ આ ઉપસર્ગોના પ્રસંગમાં આત્મજાગૃતિ બની રહે છે. આત્મભાનમાં જાગૃત થયેલો આત્મા દૃઢ સંકલ્પ કરે છે કે આવા વિષમ પ્રસંગમાં પણ હું આત્મસ્વરૂપનું ચિંતન કરવાનું ભૂલીશ નહિ.
મનુષ્યોની સાથે તેમના વ્યવહારમાં હું નહિ જોડાઉં તેથી કરીને કોઈ મને ઘેલો કહેશે કે પિશાચ વળગ્યો છે.