________________
આત્મવિશુદ્ધિ છે ૪૧ મોહનું નજીકનું પ્રથમ સ્થાન તારું શરીર છે. તેનો વિચાર કર. જેને સુખી કરવા માટે રાત્રિ દિવસ ન કરવાનાં કાર્ય કરે છે, અનેક જીવોનો સંહાર કરે છે, અનેક જીવોને કષ્ટો આપે છે, રાગદ્વેષ કરે છે, તે શરીરની ઉત્પત્તિનો વિચાર કર. દુર્ગધી અને મળના ભાજનરૂપ વિર્ય અને રજમાંથી અમુક વિધિવડે બનેલું અને પોતાની ઈચ્છાનુસાર મનુષ્યોએ અમુક નામ આપેલું તે આ શરીર તારું કેવી રીતે થઈ શકે? તેનું કોઈ વર્ણન કરે કે સ્તુતિ કરે કે કોઈ નિંદા કરે તેનાથી તને શો લાભ? અને કઈ જાતની હાનિ? આત્મદેવ! તમે તો શુદ્ધ ચિતૂપ છો એટલે તત્ત્વથી તે સ્તુતિ કે નિંદા એ શરીરની જ છે, તમારી નથી. - અહો! મોહને લઈ આત્મભાન ભૂલેલા જીવો, કોઈ કિર્તિને માટે વલખાં મારે છે, કોઈ બીજાને ખુશ કરવા પ્રયત્ન કરી રહ્યાં છે, ભાટ ચારણની માફક હાજી હા કહી તેના જ રાજીયા ગાયા કરે છે, કોઈ ઇન્દ્રિયોના વિષયો મેળવવા તલપી રહ્યાં છે, કોઈ આ શરીરને લાંબો વખત ટકાવી રાખવા વિવિધ પ્રકારની ઔષધિઓ અને માત્રાઓનું સેવન કરી રહ્યાં છે, કોઈ વંશ વધારવા માટે અનેક બાવા જોગી પાસે ભટકી રહ્યાં છે, કોઈ ધન સંચય કરવા માટે દેશ પરદેશ ખેડી રહ્યાં છે, કોઈ ધનના રક્ષણ માટે હથિયારોથી સજ્જ કરેલા પહેરેગીરોને ઘરની ચારે બાજુ ગોઠવી રહ્યાં છે, કોઈ પંડિતતા મેળવવા અનેક પુસ્તકો અને ભાષાઓ શીખી રહ્યાં છે, કોઈ પોતાના વાડાના રક્ષણને