________________
આત્મવિશુદ્ધિ જ ૫૭ પ્રકરણ બારમું
જ્ઞાનાદિ ૨૯શય रत्नत्रया द्विना चिद्रूपोपलब्धिर्न जायते । यथर्द्धिस्तपसः पुत्रा पितुर्वृष्टिर्बलाहकात् ॥१॥
તપ વિના જેમ લબ્ધિઓ થતી નથી, પિતા વિના પુત્ર થતો નથી અને વાદળ વિના વૃષ્ટિ થતી નથી, તેમ રત્નત્રયજ્ઞાન, દર્શન, ચારિત્ર વિના ચિતૂપની પ્રાપ્તિ થતી નથી.”
જ્ઞાન, દર્શન અને ચારિત્રમાં આત્માની પ્રવૃત્તિ થાય તેને રત્નત્રય કહેવામાં આવે છે. આત્મા આ ત્રણ રત્ન સ્વરૂપ જ છે. તેમ જ સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર એ જ મોક્ષનો માર્ગ છે. - આ રત્નત્રય વ્યવહારે તેમ નિશ્ચયથી એમ બે પ્રકારે છે. દ્વાદશાંગી અથવા ચૌદપૂર્વનું જ્ઞાન કરવું તે વ્યવહાર જ્ઞાન છે. જેના સારભૂત જીવ અજીવ બે પદાર્થો છે. તેનો વિસ્તાર તે ચૌદપૂર્વનું જ્ઞાન છે. જીવ અજીવના મધ્યમ વિસ્તારરૂપ પુન્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ એ નવ તત્ત્વો બને છે. જેમાં ચેતના છે તે જીવ છે. તેનાથી વિપરીત લક્ષણ તે અજીવ છે. તેમાં જડતા છે. શુભ કર્મનાં પુદ્ગલો તે પુન્ય છે. અશુભ કર્મનાં પુગલો તે પાપ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન, વચન, કાયાની પ્રવૃત્તિરૂપ યોગ એ હેતુથી જે આવે તે આશ્રવ છે. વિરતિથી