________________
આત્મવિશુદ્ધિ જ ૬૧ મિથ્યાત્વના ઉજ્વળ પુગલવાળો તેના કરતાં સારો છે. વસ્તુગતે વસ્તુને તે જોઈ શકતો નથી પણ તેની તે નજીક છે. પારદર્શક પુગલોના આંતરાની માફક તેની વચ્ચે ઉજળો પણ પડદો છે, તેથી તેના મનમાં પ્રસંગે પ્રસંગે શંકા કાંક્ષાઓ થયા કરે છે. વસ્તુનો તાત્ત્વિક નિશ્ચય તેને નથી છતાં કોઈ જ્ઞાની પુરુષોનું નિમિત્ત મળી જાય તો સમ્યકત્વ પ્રાપ્તિની તૈયારી તેનામાં છે. અને જો વિપરીત નિમિત્ત મળી જાય તો આ શુદ્ધ પુદ્ગલને મિથ્યાત્વનાં મેલાં પુદ્ગલો થતાં પણ વાર ન લાગે. કેમ કે મિથ્યાત્વનું બીજ તેનામાં કાયમ છે. આ સાત પ્રકૃતિઓ ઉપર બતાવી તે આત્મજાગૃતિના બળે સત્તામાં દબાવી હોય તેને ઉપશમ સમ્યકત્વ અથવા દર્શન કહે છે. જેમાં નીચે અગ્નિ પડેલો હોય છતાં ઉપર રાખ વિગેરે કોઈ પદાર્થ નાખવાથી અંદરમાં તે દબાયેલો રહે છે તેમ પરમાત્મ સ્મરણની અખંડ ધારા ચાલતી હોય તે વખતે આ સાતે પ્રકૃતિઓ સત્તામાં દબાયેલી રહે છે. આત્મસ્મરણ ચાલતું હોવાથી આ પ્રસંગે તેને બહાર નીકળવાનું નિમિત્ત મળતું નથી. આ પરમાત્મ સ્મરણ તે રાખની માફક તેને સત્તામાં દબાવી રાખે છે. આ વખતે ઉપશમનું બળ વધે છે. આત્માનો ઝાંખો પ્રકાશ કે મધુર આનંદ તેને મળે છે. આવા ઉપશમનું બળ જો બહુ જ વધારવામાં આવે તો પ્રસંગે તે સાતે પ્રકૃતિનો ક્ષય થઈ, ઉપશમમાંથી અનુક્રમે ક્ષાયકભાવ પણ પ્રગટે છે. માટે જ્યાં સુધી ક્ષય કરવાનું બળ ન પ્રગટે ત્યાં સુધી મનુષ્યોએ