________________
ૐ મર્દનમ: II
પ્રસ્તાવના આ વિશ્વમાં જ્યાં જ્યાં નજર કરવામાં આવે છે ત્યાં ત્યાં સર્વ સ્થળે જીવો ત્રિવિધ તાપથી તપેલા જોવામાં આવે છે. પછી તે સામાન્ય મનુષ્ય હોય કે મોટો રાજા મહારાજા હોય પણ કોઈને કોઈ દુઃખથી તે પીડાતો જ હોય છે, વધારે સંપત્તિ કે ઉપાધિવાળાને વધારે દુઃખ અને થોડી સંપત્તિ કે ઉપાધિવાળાને થોડું પણ દુઃખ હોય છે.
આત્મા સિવાય એક એવી વસ્તુ છે કે જેની સર્વ જીવોને જરૂરીયાત મનાણી છે. અને તેને મેળવવા સર્વ જીવો પ્રયત્ન કરી રહ્યા છે. આ વસ્તુ મેળવતાં અને મેળવ્યા પછી તેનો ઉપયોગ કરવામાં કે તેનું રક્ષણ કરવામાં જીવને જીવનનો મોટો ભાગ તેની પાછળ ખરચવો પડે છે, છતાં તે વસ્તુથી છેવટે તો આ જીવ નિરાશ જ થાય છે, કેમ કે તે વસ્તુ તેનું રોગથી, વ્હાલાના વિયોગથી, વૃદ્ધાવસ્થાથી કે મરણથી રક્ષણ કરી શકતી નથી. છેવટે નિરાશ થયેલ જીવ આ સર્વ દુઃખથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરે છે, આ મુક્તિ આ વસ્તુઓની હૈયાતિથી મળતી નથી પણ તેનો ત્યાગ કરવાથી જ મળે છે. તેના તરફના મોહ મમત્વવાળા
સ્નેહભાવનો ત્યાગ કરવાથી જ મળે છે, આ છેવટના નિશ્ચયવાળું જ્ઞાન છે. આ જ્ઞાન થયા પછી તે સર્વસ્વના ત્યાગ માટે તેને પુરૂષાર્થ કરવો પડે છે. આ ત્યાગ કાંઈ માથે