________________
આત્મવિશુદ્ધિ જ ૯૭ કાળાંતરે તેમાંથી તેના ફળરૂપે સુખ દુઃખ પ્રગટ થાય છે.
આ જ કારણથી ઉપર કહેવામાં આવ્યું છે કે સરાગ ચિત્તવડે જ્ઞાતા શેયને જાણે તો તે જીવને પરિણામે દુઃખરૂપ થાય છે. તેમાંથી દુઃખ પ્રગટે છે.
આત્મા રાગદ્વેષની લાગણીવડે શેયને જાણે એ એક જાતની આત્માની ગતિ છે. આત્મા જાણવારૂપ કાર્યમાં પ્રવૃત્તિ કરે તે પોતાના સ્થિર સ્વરૂપમાંથી ગતિમાં મૂકાવા રૂપ છે, છતાં આ ગતિ તે અવળી ગતિ છે, તે જાગૃતિવાળી ગતિ ન હોવાથી આત્મા કર્મના બંધનથી બંધાય છે.
આત્મા વૈરાગત મનવડે અથવા રાગદ્વેષ સિવાયની લાગણી વડે પોતાના ક્ષેય પદાર્થનું જ્ઞાન કરે છે ત્યારે તેને સુખની પ્રાપ્તિ થાય છે. આ પ્રવૃત્તિ તે આત્માની સવળી બાજુની છે. જેથી તે કર્મથી બંધાતો નથી પણ ઉલટો છૂટે છે. ગતિ તો પ્રથમની અને આ બન્ને કહેવાય છતાં પ્રથમની ગતિ અવળી છે અને આ બીજી ગતિ રાગદ્વેષ સિવાય થતી હોવાથી સવળી છે; તેથી નવીન કર્મ બંધ થતો નથી. કેમ કે આત્મા મધ્યસ્થ દૃષ્ટિએ દરેક પદાર્થને જુવે છે અને જાણે છે. જેમ ઘરની અંદર દીવાના પ્રકાશ વડે અને બહાર સૂર્યના પ્રકાશ વડે મનુષ્યો સારી અને ખોટી બને જાતની પ્રવૃત્તિ કરે છે, તેમાં દીવો તથા સૂર્ય મધ્યસ્થ હોવાથી–જ્ઞાતા દૃષ્ટા તરીકે રહેલા હોવાથી, રાગદ્વેષની લાગણીવાળા ન હોવાથી, કર્તા ભોક્તા તરીકે વર્તતા ન હોવાથી અને