________________
૯૬ આત્મવિશુદ્ધિ જોડનાર જ્ઞાન છે. જ્ઞાતાથી જ્ઞાન જુદું નથી એટલે જ્ઞાતા આત્મા અને શેય વિશ્વના પદાર્થો એમ બે ભાગમાં વિશ્વને વહેંચવામાં આવ્યું છે, અર્થાત્ જડ અને ચેતન બે પદાર્થો વિશ્વમાં છે. અથવા વિશ્વ જડ-ચેતન એમ બે રૂપે છે.
તે જ્ઞાતા રાગવાળી લાગણીએ જ્યારે પોતાના શેયનું જ્ઞાન કરે છે ત્યારે તે જીવને તેમાંથી દુઃખની પ્રાપ્તિ થાય છે, પણ જ્ઞાતા જ્યારે પોતાની રાગ વિનાની મધ્યસ્થતાવાળી લાગણીએ જાણવા યોગ્ય પદાર્થનું જ્ઞાન કરે છે ત્યારે જીવને સુખની પ્રાપ્તિ થાય છે.
આત્માનો સ્વભાવ જ્ઞાતા અને દૃષ્ટા છે. તે દરેક પદાર્થને જાણશે અને જોશે, તેથી કાંઈ નુકશાન જેવું નથી પણ જ્યારે આત્મા પોતાના રાગદ્વેષવાળા પરિણામે પરિણમીને પોતાનાં શેય પદાર્થ તરફ જુવે છે ત્યારે જેમ લોહચુંબકની શક્તિવડે લોઢું લોહચુંબક તરફ ખેંચાઈ આવે છે તેમ આત્માના રાગદ્વેષવાળા પરિણામરૂપ લોહચુંબક તરફ કર્મ વર્ગણાને લાયકનાં પરમાણુઓનો જથ્થો ખેંચાઈ આવે છે અને તે રાગદ્વેષરૂપ ચિકાશની સાથે જોડાઈને આત્મપ્રદેશની સાથે લોઢાની સાથે જેમ અગ્નિ અથવા દુધની સાથે જેમ પાણી રહે છે તેમ એકરસ થઈને આવરણ યા મળરૂપે રહે છે. બીજી રીતે કહીએ તો આ રાગદ્વેષની તીવ્રતા કે મંદતાના પ્રમાણમાં ખેંચાઈ આવેલી કર્મની વર્ગણાઓ બીજરૂપે સત્તામાં જમે થઈને રહે છે. અને