________________
આત્મવિશુદ્ધિ જ ૮૯ નિમિત્તો બળવાન છે. નિમિત્તોને લઈને સત્તામાં પડેલાં કર્મો ઉદીરણા રૂપે થઈને જે મોડાં ઉદય આવવાનાં હોય તે વ્હેલાં બહાર આવે છે. આ વખતે તે સાધકની જો પૂરેપૂરી તૈયારી ન હોય, ઉદય આવેલ કર્મને નિષ્ફળ કરવા જેટલું બળ તેની પાસે ન હોય તો ઉદય આવેલાં કર્મો જીવને તેના માર્ગથી ભ્રષ્ટ કરે છે. એટલા ખાતર આવાં નિમિત્તોથી દૂર રહેવાની જરૂર છે. જેમ ઘાસ વિનાના સ્થાનમાં પડેલો અગ્નિ બાળવાનું કાંઈ ન હોવાથી પોતાની મેળે બુઝાઈ જાય છે, તેમ નિમિત્તોના અભાવે સત્તામાં રહેલું કર્મ દબાઈ રહે છે અને ધીમે ધીમે આત્મબળ વધતાં જીવને તેના માર્ગથી પતિત કરવાનું તેનું બળ ઓછું થઈ જાય છે અને આત્મજાગૃતિ વખતે ઉદય આવેલ કર્મ આત્મસત્તા સામે પોતાનું જોર વાપરી શકતું નથી.
જેમ કોઈ બળવાન છતાં ગફલતમાં રહેલા રાજાના શહેર ઉપર બીજો રાજા ચડી આવે, એ વખતે રાજાની પાસે લડવાની સામગ્રીની તૈયારી ન હોવાથી પોતાનો બચાવ કરવા ખાતર તે રાજા પોતાના શહેરના દરવાજા બંધ કરે છે, અને અંદરખાનેથી તેટલા વખતમાં બધી તૈયારી કરે છે. શત્રુને હઠાવવાની શક્તિ મેળવીને પછી તે રાજા પોતાના શત્રુ ઉપર એકી વખતે હલ્લો કરે છે અને શત્રુને હરાવે છે. આ દષ્ટાંતે આત્માની આગળ ઉપશમ ભાવનું કે કર્મક્ષય કરવાનું બળ નથી હોતું તેવા પ્રસંગે મોહશત્રુ તેના પર ચડાઈ કરે છે, તે