________________
આત્મવિશુદ્ધિ જ ૭૭ ઊઠતાં, હાલતાં, ચાલતાં હું શુદ્ધ આત્મા છું આ વાતને ભૂલો નહિ.
તપ કરતાં, મૌનપણું ધારણ કરતાં, વ્રતો પાળતાં, આગમ ભણતાં, પ્રભુને નમસ્કાર કરતાં, મંદિર જતાં, ગાયન કરતાં, પૂજન કરતાં, યાત્રા કરતાં, અભિષેક કરતાં, કોઈના સમાગમમાં આવતાં, અને વાહન પર બેસીને જતાં પણ હું શુદ્ધ આત્મા છું એ ધ્યાન ચૂકશો નહિ. | ભણતાં, ભણાવતાં, સેવા કરતાં, દાનાદિ દેતાં, પરોપકાર કરતાં, યમ–નિયમ પાળતાં, સંયમ ધારણ કરતાં પણ હું શુદ્ધ આત્મા છું એ ધ્યાનને ભૂલશો નહિ, તેથી જ મોક્ષ પમાય છે.
- આત્મજાગૃતિ વિનાની ક્રિયા કરતાં સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય છે. અને હું આત્મા છું એ જાગૃતિવાળો આત્મા કર્મથી નિર્જરા કરી આત્માને ઉજ્વળ બનાવે છે. તે સિવાયની ધાર્મિક ક્રિયાથી પુન્ય બંધાય છે. | મુમુક્ષુઓ! વૈરાગ્યમાં વૃદ્ધિ કરો, સર્વ સંગનો ત્યાગ કરો, તત્ત્વજ્ઞ ગુરૂનો આશ્રય લ્યો, સંયમ સ્વીકારો, સર્વ શાસ્ત્રો–સિદ્ધાંતોનો અભ્યાસ કરો, નિર્જન અને નિરૂપદ્રવ સ્થાનમાં જઈને રહો, સર્વ ચિંતાનો ત્યાગ કરો, સિદ્ધાસન કે પદ્માસનાદિ આસને લાંબા વખત સુધી શાંતિથી બેસી શકાય તેવું આસન દ્રઢ કરો, સમભાવ ધારણ કરો અને મનને નિશ્ચળ કરી “હું શુદ્ધ ચિતૂપ છું આ પદસ્થ ધ્યાનનો