________________
આત્મવિશુદ્ધિ * ૪૭
નથી અને જ્યાં આત્મપ્રકાશ હોય છે ત્યાં આ અંધકાર રહેવા પામતો નથી.
આત્મા સિવાય અન્ય વસ્તુની ઉપાધિમાંથી આ બન્નેની ઉત્પત્તિ છે. જેમ કે હું મનુષ્ય છું, દુર્બળ છું, મજબુત છું, ગૌર છું, શ્યામ છું, ક્ષત્રીય છું, બ્રાહ્મણ છું, વૈશ્ય છું, શુદ્ર છું, વિદ્વાન છું, મૂર્ખ છું, ધનવાન્ છું, રોગી છું, નિરોગી છું, ગરીબ છું ઇત્યાદિ જે જે વિચારો કરાય છે, મનમાં ચિંતન કરાય છે તે સર્વમાં પુલિક વસ્તુની જ મુખ્યતા હોવા છતાં તેમાં મિથ્યા હુંપણાનું જ મુખ્યતાએ સૂચન કરાય છે, અને મનાય છે, આવું ચિંતન કરવું તે અહંકારના ઘરનું છે. તે દુનિયાનો માર્ગ છે. પૂર્વને બદલે પશ્ચિમ તરફ લઈ જનારી એ લાગણીઓ છે. પ્રકાશને બદલે અંધકારમાં હડસેલનારો તે માર્ગ છે. આવા વિચારો કે લાગણીઓમાંથી જ રાગદ્વેષની ઉત્પત્તિ થાય છે. ઉંઘતાં ઉંઘતાં ચાલવાનો આ રસ્તો છે. આખા વિશ્વનો મોટો ભાગ આ માર્ગે પ્રયાણ કરી રહ્યો છે, પણ ચોક્કસ રીતે હું કહું છું કે ભૂલાયેલો અને દુઃખનો જ માર્ગ છે.
જે જાગૃત થયેલા મનુષ્યો દરેક ક્ષણે અહંકાર વિનાની સ્થિતિમાં રહે છે, તેઓ સ્વસ્વરૂપમાં સ્થિરતા કરવારૂપ અદ્વૈત માર્ગે થઈને પોતાના શુદ્ધ ચિદ્રૂપને પામે છે એમાં જરા પણ સંશય નથી. તેઓ એમ વિચાર કરે છે કે દેહ હું નથી, કર્મો હું નથી, મન હું નથી. વચન હું નથી, હું બ્રાહ્મણ