________________
આત્મવિશુદ્ધિ જ પ૧ આ પ્રમાણે વિચાર કરીને જે જીવો અહંકાર મમકારનો ત્યાગ કરે છે તે જીવો શુદ્ધ આત્માના ધ્યાનને અવશ્ય પામે છે.
પ્રકરણ અગિયારમું આભા ઉપાસકીની દુર્લભલા प्रतिक्षणं प्रकुर्वति, चिंतनं परवस्तुनः । सर्वे व्यामोहिता जीवाः, कदा कोपि चिदात्मनः ॥१॥
“મોહમાં ફક્સાયેલા સર્વે જીવો દરેક ક્ષણ પર વસ્તુનું ચિંતન કરે છે. કોઈક જીવ ક્યારેક ચિદાત્માનું ચિંતન કરતો હશે.”
જગતુના જીવોનો મોટો ભાગ રાત્રિ અને દિવસ અનેક પ્રકારના પ્રયત્નમાં લાગી રહેલો છે. નાનામાં નાના જંતુ, ખનિજ અને વનસ્પતિ આદિના જીવો અને પશુ પક્ષી મનુષ્યાદિ પણ કોઈને કોઈ વ્યાપારમાં પ્રવૃત્તિમાં લાગી ગયેલા જણાય છે. તે તે જીવોના હાલવા-ચાલવામાં બોલવામાં અને વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓમાં જો બારીક નજરથી જોવામાં આવે તો ખાત્રી થશે કે તેની આ. સર્વ પ્રવૃત્તિ પર વસ્તુ મેળવવાની, સંગ્રહ કરવાની, કે રક્ષણ કરવાની જ હોય છે. નાના બાળક બાલીકાઓથી લઈ મોટા