________________
પ્રકાશકીય નિવેદન
શ્રી જૈન આત્માનંદ સભા અનેક વર્ષોથી જૈન સાહિત્ય પ્રકાશન અંગેનું કાર્ય કરી રહી છે. આ આત્મ વિશુદ્ધિ ગ્રંથ કે જેમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ આત્માનું આરાધન, આત્મ પ્રાપ્તિના
સાધનો, વિકલ્પોથી થતું દુઃખ, જીવનો પશ્ચાત્તાપ વિગેરે વિષયોથી ભરપૂર સારી, સરળ અને સમજાય તેવી ગુજરાતી ભાષામાં આ ગ્રંથ આચાર્ય શ્રીમદ્ વિજય કેશરસૂરિજી મહારાજ સાહેબે લખેલ છે.
આ ગ્રંથ આત્મ સ્વરૂપની જાગૃતિ આપે તેવો છે. ગ્રંથ ઘણો નાનો છે છતાં ઉપયોગી વિષયોથી ભરપૂર છે. આ ગ્રંથના અઢાર પ્રકરણો છે. આ ગ્રંથનું આત્મ વિશુદ્ધિ એવું નામ આપવામાં આવ્યું છે. કેમ કે આ ગ્રંથની અંદર વસ્તુ તત્ત્વનો નિશ્ચય કરાવીને જીવને પોતાના ખરા કર્તવ્ય તરફ દોરવામાં આવે છે. માયાના ખરા સ્વરૂપને સમજીને જીવ તે તરફ પાછો હઠી પોતાના સત્ય સ્વરૂપ આત્મા તરફ વળે તે આ ગ્રંથનો ઉદ્દેશ છે.
આ ગ્રંથની પ્રથમ આવૃત્તિ વિક્રમ સંવત ૧૯૮૩માં અને દ્વિતીય આવૃત્તિ વિ.સં. ૨૦૪રમાં શ્રી જૈન આત્માનંદ સભાભાવનગર દ્વારા પ્રકાશિત થઈ હતી. પણ હવે તેની પ્રતો અલભ્ય બનતાં, તેમજ ઘણા વાચક વર્ગ તરફથી તેની માંગ