Book Title: Aatmvishuddhi
Author(s): Kesharsuri
Publisher: Atmanand Jain Sabha
View full book text
________________
આત્મવિશુદ્ધિ જ ૧૧૫ રસી. પ્રાણીમાત્ર સાથે મારે મૈત્રીભાવ છે, હું સર્વ જીવોને ખમાવું છું. સર્વ જીવો મને મારા અપરાધોની ક્ષમા આપજો.
મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે; શુભ થાઓ આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. ૧ ગુણથી ભરેલા ગુણી જન દેખી, હૈયું મારું નૃત્ય કરે; એ સંતોના ચરણ કમળમાં, મુજ જીવનનું હાર્દ રહે. ૨ દીન ક્રરને ધર્મ વિહોણા, દેખી દિલમાં દર્દ રહે; કરૂણા ભીની આંખોમાંથી, અશ્રુનો શુભ સ્રોત વહે. ૩ માર્ગ ભૂલેલા જીવનપથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું; કરે ઉપેક્ષા એ મારગની, તોયે સમતા ચિત્ત ધરું. ૪ મૈથ્યાદિ આ ચાર ભાવના હૈયે સહુ માનવ લાવે; વેરઝેરના પાપ તજીને, મંગલ ગીતો એ ગાવે. ૫
છે

Page Navigation
1 ... 128 129 130 131 132