Book Title: Aatmvishuddhi
Author(s): Kesharsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 119
________________ ૧૦૪ આત્મવિશુદ્ધિ વૃક્ષ ઉપર પાકેલું ફળ છે તે ખાવા માટે કીડીની અને પોપટની ઈચ્છા થઈ છે. તેમાં કીડી ધીમે ધીમે એક પછી એક પગ મૂકતી તે ફળ પાસે લાંબે વખતે પહોંચે છે, ત્યારે પોપટ પોતાની પાંખોવતી ઉડીને એકદમ ઘણા થોડા વખતમાં તે ફળ પાસે પહોંચીને તેનો આસ્વાદ લે છે. આ દષ્ટાંતે મનુષ્ય પોતાની અંદર રહેલા શુદ્ધ સ્વરૂપ પ્રત્યે કીડીની માફક ધીમે ધીમે પહોંચે છે, ત્યારે પોપટના જેવા વિશુદ્ધિ રૂપ પાંખોના બળ વડે કોઈ પણ જાતનો ક્રમવાળો માર્ગ લીધા સિવાય આકાશી માર્ગે તે પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ મેળવે છે. - કીડીની માફક અનુક્રમે ધીમી ગતિએ ચાલનારાનો માર્ગ તે કિટિકા માર્ગ કહેવાય છે અને કોઈ પણ જાતના ક્રમ સિવાય શુદ્ધ આત્મ સ્વરૂપમાં પ્રવેશ કરનારાઓનો માર્ગ તે વિહંગમ માર્ગ છે. કોઈ પણ શહેર કે ગામમાં પહોંચવાના અનેક માર્ગો હોય છે. કોઈ નજીકનો હોય છે, કોઈ દૂરનો હોય છે, કોઈ સુગમ માર્ગ હોય છે, કોઈ કાંટા કાંકરાદિને લીધે કઠણ માર્ગ હોય છે. કોઈ ચાલનાર બાળક હોય છે, કોઈ યુવાન હોય છે, કોઈ વૃદ્ધ હોય છે, કોઈ રોગી હોય છે, કોઈ નિરોગી હોય છે, કોઈ બળવાન હોય છે, કોઈ નિર્બળ હોય છે તેથી નિશ્ચિત કરેલા સ્થાને પહોંચવાને કોઈને થોડો ટાઈમ લાગે છે, કોઈને વિશેષ લાગે છે. એમ મોક્ષના

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132