________________
૧૦૨ જ આત્મવિશુદ્ધિ આરામો, બગીચાઓ, આરામનાં સ્થાનો, ચક્રવર્તીરાજા, બળદેવ, વાસુદેવ, માંડલીક, વિદ્યાધરો, ઔષધિ, મણિ, મંત્રાદિ અનેક વસ્તુઓ આ ચૌદ રાજલોકમાં ભરી છે. તે તરફ સરાગ દષ્ટિ બંધનકર્તા છે. અને વીતરાગ દૃષ્ટિથી વિચાર કરતાં બંધન છુટવામાં મદદગાર થાય છે. - વિશ્વમાં જે જે સારામાં સારી વસ્તુઓ દેખાય છે તે તે પુન્ય પ્રકૃતિનું કારણ છે. પુન્યથી તે વસ્તુ મળે છે. જેઓ તે તે વસ્તુને અધિકાર અને સ્થિતિને પામ્યા છે તે તે સર્વ જીવો પોતાની કરેલી સારી કમાણીનો જ અનુભવ કરે છે અને વિશ્વમાં જે જે દુઃખી જીવો છે, નિધન છે, હાલાના વિયોગી છે, રોગી છે, મૂર્ખ છે, તિરસ્કારને પાત્ર છે, દાસપણું કરનારા છે અને પોતાનો નિર્વાહ દુઃખે કરી શકે છે તે સર્વે જીવો પોતાનાં પૂર્વનાં હલકાં કર્તવ્યનો બદલો અનુભવે છે. આત્મા ધારે તો આ વિશ્વનો પૂજનીક બની શકે તેમ છે. અને ખરાબ રસ્તે આત્માને દોરવો તો વિશ્વનો દાસ પણ થઈ શકે છે. બન્ને બાજી આત્માના ઘરની અને હાથની છે. આ સુખ દુઃખ સિવાયની ત્રીજી સ્થિતિ આત્મજાગૃતિની છે. પ્રથમની પુચ પાપની સ્થિતિમાં આત્મજાગૃતિ ભૂલાયેલી હોય છે. આત્મજાગૃતિ પૂર્વક આ વિશ્વમાં વર્તન કરવામાં આવે તો, વિશ્વમાં એવો કોઈ પણ મોહક કે દ્વેષવાળો પદાર્થ નથી કે તેને પરાણે વળગી પડે અને કર્મબંધન કરાવે.