Book Title: Aatmvishuddhi
Author(s): Kesharsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 116
________________ આત્મવિશુદ્ધિ જ ૧૦૧ રહેતો નથી એ નિશ્ચય થતાં, પાપ કર્મ કરવાથી નિવૃત્ત થવાનું કારણ મળે છે અને દ્વેષ વૃત્તિથી તે જ્ઞાન કરવામાં આવતાં બંધનમાં કારણ થાય છે. આપણા વિચ્છલોકમાં પણ કર્મભૂમિ અને અકર્મભૂમિઓ આવેલી છે. જ્યાં લડાઈ ટંટાઓ માટે હથીયારો સજવામાં આવે છે, નીતિ અને વ્યવહાર ચલાવવા કલમ વાપરવામાં આવે છે અને ઉદર નિર્વાહ અર્થે ખેતી આદિ કરવામાં આવે છે તે કર્મભૂમિ કહેવાય છે. જ્યાંના મનુષ્યો સંતોષી, અલ્પ કષાયવાળા, ભદ્રિક પરિણામી પુન્યાત્માઓ હોય છે જેમને હથીયાર, કલમ કે ખેતી આદિની જરૂર પડતી નથી પણ સ્વાભાવિક ઉત્પન્ન થયેલાં કલ્પવૃક્ષોમાંથી ભરણપોષણ આદિના સાધનો મળી આવે છે તે અકર્મભૂમિ છે. " તે બને ભૂમિમાં બીજા પણ નાના મોટા ઘણા જીવો હોય છે. પશુ, પક્ષીઓ, જળચારી, પૃથ્વીના, પાણીના, અગ્નિના, વાયુના, વનસ્પતિના, બે ઇન્દ્રિયવાળા, ત્રણ ઇન્દ્રિયવાળા, ચાર ઇન્દ્રિયવાળા જીવો હોય છે. આ સર્વ જીવોનું જ્ઞાન મધ્યસ્થ દૃષ્ટિએ તત્ત્વ નિશ્ચય કરવા માટે કરાય તો બંધનનું કારણ થતું નથી, પણ મોહક પુરુષો, સ્ત્રીઓ, દેવો, ઇન્દ્રો, ઈન્દ્રાણીઓ, અપ્સરાઓ, દેવીઓ, હીરા, માણેક, મોતી, રત્ન, પ્રવાલ, લાલ નિલમ, અલંકારો, સોના, રૂપા, વસ્ત્રો, કલ્પવૃક્ષો, સુંદર ભૂમિઓ, વનો,

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132