________________
આત્મવિશુદ્ધિ
છે અને તેમાં અનેક દેવો તથા દેવીઓ રહેલાં છે. ઇન્દ્રો અને ઇન્દ્રાણીઓ પણ અમુક દેવલોક સુધી છે. તેઓના વૈભવી જીવનો, સુંદર રૂપો, મોહકસ્થાનો, આકર્ષક અલંકારો, અચિંત્ય શક્તિઓ અને અગમ્ય ગતિઓ એનું સરાગ દૃષ્ટિએ જ્ઞાન મેળવતાં રાગના પ્રબળ નિમિત્તો થવા સંભવ છે. તેમ જ વેર વિરોધનાં કારણો કોઈ જન્મનાં તેમની સાથે હોય તો દ્વેષનાં પણ નિમિત્તો બને છે.
૧૦૦
તેથી ઉપરના ભાગમાં શાંત, પવિત્રાત્મા સિદ્ધ પરમાત્માઓનું સ્થાન છે. તેઓ અનંત જ્ઞાનાદિ શક્તિવાળા તથા દેહાદિથી રહિત છે. તેમાં જો દ્વેષ બુદ્ધિથી તેમના તરફ વિચારણા કરવામાં આવે તો કર્મબંધન થવા સંભવ છે. નીચેના અધોલોકમાં ભુવનપતિના દેવો, વ્યંતરના દેવો, વાણવ્યંતરાદિ દેવો તથા દેવીઓ આવેલાં છે, તેઓનું જ્ઞાન પણ સરાગ દૃષ્ટિએ બંધનું કારણ છે. તેમ જ વ્યંતરાદિની જાતિવાળા ત્યાં રહેલા ભૂત પિશાચ રાક્ષસાદિ હલકી જાતિના દેવો તરફ દ્વેષ દૃષ્ટિએ ઉપયોગ પરિણમાવતાં દ્વેષનાં કારણે કર્મબંધનનાં નિમિત્તો છે.
તેથી નીચે નારકીના જીવો રહેલા છે. તે નીચે નીચે સાત ભાગમાં વહેંચાયેલા છે. તેઓ દુઃખમય જિંદગી ગુજારનારા છે. કરેલાં ઘોર કર્મનો બદલો ત્યાં ભોગવતા હોવાથી તેઓને થોડી પણ શાંતિ નથી. વૈરાગ્ય દૃષ્ટિએ આ જ્ઞાન કરવામાં આવે તો, કરેલાં કર્મનો બદલો મળ્યા સિવાય