________________
૯૮ આત્મવિશુદ્ધિ પોતાના સ્વભાવ પ્રમાણે પ્રકાશ કરતા હોવાથી પેલા મનુષ્યની માફક રાગદ્વેષથી બંધાતા નથી. તેમ આત્માપણ શુભ અશુભ કે અશુદ્ધ ઉપયોગે પરિણમેલો ન હોવાથી શુભાશુભ બંધન પામતો નથી અને છેવટે–પરિણામે તેને સુખની આત્માના આનંદની પ્રાપ્તિ થાય છે. | મધ્યસ્થ દૃષ્ટિએ વસ્તુ તત્ત્વનો નિર્ણય કરવા માટે કોઈ પણ જીવ વિશ્વના જાણવા યોગ્ય પદાર્થનો વિચાર કરે કે જુવે તો તેથી કર્મબંધન થતું નથી, પણ રાગદ્વેષની લાગણી વાળા કે કર્તા ભોક્તાપણાના અભિમાની વિચાર કે વર્તનથી જ કર્મ બંધાય છે. આ જ્ઞય જાણવા યોગ્ય પદાર્થો સજીવ અને નિર્જીવ બે પ્રકારનાં છે અને તે લોકાલોકમાં આવી રહેલા છે. લોક કે જેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય, કાળ, પુગલ અને આત્મા, આ છ પદાર્થો રહેલા છે તેને કહે છે.
અલોકમાં કેવળ આકાશ છે. અલોક લોક કરતાં પણ તે અનંતગણો છે. તે જ્ઞાનનો વિષય છે, પણ તેમાં આકાશ સિવાય જાણવા–જોવા જેવું કાંઈ નથી.
લોક ત્રણ ભાગમાં વહેંચાયેલો છે; આ જે પૃથ્વી ઉપર આપણે રહ્યા છીએ તેની નીચે આવેલા ભાગને અધોલોક કહે છે, આપણી ઉપરના ભાગને ઉર્ધ્વલોક કહે છે અને આપણે જ્યાં રહ્યા છીએ તે ભાગને તિર્થોલોક કહે છે.
ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને