________________
આત્મવિશુદ્ધિ જ ૯૯ કાળ આ ચાર દ્રવ્યો પ્રાયે આપણને કર્મ બંધનમાં કારણ ભૂત નથી. તે આ દૃષ્ટિએ દેખાય તેવા નથી, તેમ જ તેનો લાભ અનિચ્છાએ આપણને મળે છે. જેનો પ્રત્યક્ષ સમાગમ થતો નથી, તેમ જ ઇચ્છાપૂર્વક તેની જરૂરીયાત આપણને નથી એટલે તેઓની અદેશ્ય હૈયાતિ આપણને નુકશાનકારક પણ નથી.
દેહ વિનાના આત્માઓ તે સિદ્ધ પરમાત્માના જીવો છે. તેઓ પણ આપણને કોઈ રીતે નુકશાન કરતા નથી. હવે બાકી રહ્યા તે દેહધારી આત્માઓ અને પુગલો. પુદ્ગલોમાં કેટલાક આત્માની સાથે જોડાયેલાં દેહ કમદિ રૂપે છે અને કેટલાંક છૂટાં છે તે બન્ને ય મોટે ભાગે કર્મ બંધનમાં નિમિત્ત કારણ છે. આ બન્ને સજીવ-નિર્જીવ પદાર્થમાં આત્મા તે તે આકારે રાગદ્વેષના પરિણામે પરિણમવાનો સંભવ છે. આવા પદાર્થો ત્રણે લોકમાં રહેલા છે.
ઉર્ધ્વલોકમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને તારાના અનેક વિમાનો આવેલાં છે, તેમાં ઘણા દેવ અને દેવીઓ છે. તેઓનાં સુખ, રૂપ, વૈભવ અને દેવી શક્તિઓનાં વર્ણનો સાંભળીને તેની અભિલાષા કરવામાં, રાગ દૃષ્ટિએ તેનું જ્ઞાન કરવામાં આત્મા વિપરીત ગતિમાં મૂકાતાં કર્મબંધન પામે છે. - તેથી આગળ બાર દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન વિગેરે ઉચ્ચ કોટિના દેવોનાં અનેક વિમાનો