Book Title: Aatmvishuddhi
Author(s): Kesharsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 118
________________ આત્મવિશુદ્ધિ ૧૦૩ ખરી રીતે નિમિત્ત કારણો આત્માની નબળાઈનો જ લાભ લે છે. જો આત્મા બળવાન અને પૂરી જાગૃતિવાળો હોય તો કોઈ પદાર્થ તેને પરાણે રાગદ્વેષ કે કર્મ વળગાડવાને સમર્થ નથી. જ્યારે આ જીવ આત્મભાન ભૂલી પદાર્થો તરફ રાગ દ્વેષવાળી લાગણીથી પરિણમે છે, જોવે છે, ત્યારે જ તે પદાર્થો તેના તરફ આકર્ષાય છે, અથવા પોતે તેમાં આસક્ત બની તેને પોતાના કરવા પ્રયત્ન કરતાં તેમાં ફસાઈ પડે છે. માટે જ ઉપર કહેવામાં આવ્યું છે કે આત્માનો જ્ઞાતા દૃષ્ટા સ્વભાવ છે, છતાં જો સરાગ દૃષ્ટિએ તે જ્ઞાતા, જ્ઞેય પદાર્થ તરફ પરિણમે તો દુઃખદાઈ કર્મ બંધન પામે છે અને વિરાગ દૃષ્ટિએ પરિણમતાં વસ્તુનો નિશ્ચય કરી તેમાંથી વિરક્ત બને છે તો સુખી થાય છે. પ્રકરણ અઢારમું કીઢિકા અને વિહંગમ માર્યું. क्रमतोऽक्रमतोयाति, कीटिका शुकवत्फलं । नस्थं स्वस्थितं ना शुद्धचिद्रूप चिंतनं ॥ १ ॥ પહાડ કે વૃક્ષ ઉપર રહેલા ફળ પાસે જેમ કીડી અને પોપટ ક્રમે અને અમે જાય છે તેમ પુરુષ પોતાની અંદર રહેલ શુદ્ધ ચિદ્રુપના ચિંતન પ્રત્યે ક્રમે અને અમે પહોંચે છે. ૧.’ પહાડ ઉપર રહેલા વૃક્ષ ઉપર કે જમીન ઉપર રહેલા

Loading...

Page Navigation
1 ... 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132