________________
આત્મવિશુદ્ધિ જ ૫ બરાબર થતું નથી અને તેના વિના કર્મોના નાશથી પ્રગટ થતી આત્માની અનંત શક્તિઓ બહાર આવતી નથી, માટે જ વિવિક્તસ્થાન ક્લેશનું નાશ કરનાર અને મુમુક્ષુ યોગીઓને પરમ શાંતિનું કારણ છે, એમ મહાત્માઓએ સ્વીકારેલું છે.
પ્રકરણ સત્તરમું
ઝાલા અને રૉય ज्ञेयज्ञानं सरागेण, चेतसा दुःखमंगिनः । निश्चयाच्च विरागेण, चेतसा सुखमेव तत् ॥१॥
સરાગ હૃદયવડે જાણવા યોગ્ય પદાર્થનું જ્ઞાન કરવું તે મનુષ્યોને દુઃખનું કારણ થાય છે અને રાગ વિનાના મનવડે ફયનું જ્ઞાન કરવું તે નિશ્ચયથી સુખનું જ કારણ થાય છે.”
જ્ઞાતા, જ્ઞાન અને શેય એ ત્રણેય એક બીજાની અપેક્ષા રાખનાર છે. જ્ઞાતા એટલે જાણવાવાળો આત્મા, શેય એટલે જાણવા યોગ્ય પદાર્થો, અને જ્ઞાતા તથા શેયના સંબંધરૂપ ક્રિયા તે જ્ઞાન છે. શેયનો જ્ઞાતા કોઈ હોવો જોઈએ, અને જ્ઞાતાનું ષેય પણ કોઈ હોવું જોઈએ. આત્મા જ્ઞાતા-જાણનાર છે, તેનું શેય જાણવા યોગ્ય આ સકળ વિશ્વ છે. જ્ઞાતા પોતાની શક્તિવડે શેયને પોતાની જાણવારૂપ સત્તામાં લે છે. તે જ્ઞાન છે. જ્ઞાતા અને શેયનો સંબંધ