________________
આત્મવિશુદ્ધિ જ ૯૩ કર્મમાં વધારો થાય છે, અનિયમિત ભોજન કરનારમાં રોગ વધે છે અને ઇન્દ્રિયોના વિષયોમાં વિશેષ પ્રવૃત્તિ કરનારમાં દુઃખનો વધારો થાય છે. તેમ મનુષ્યોના સંસર્ગથી વિકલ્પોનો, આશ્રવવાળાં વચનોનો તથા પ્રવૃત્તિનો વધારો થાય છે. લાકડાંથી જેમ અગ્નિ વધે છે, તાપથી તૃષા અને ઉકળાટ–ઘામ વધે છે, રોગથી પીડા વધે છે તેમ મનુષ્યોની સોબતથી વિચારો અને ચિંતા વધે છે.
બાહ્ય તપ કરતાં પણ સ્ત્રી, પશુ, નપુંસંકાદિ રહિત શયન અને આસન હોવાં તે મોટો તપ છે, કેમ કે તેથી રાગદ્વેષાદિનો ઘટાડો થાય છે અને ગુણોમાં વધારો થાય છે. અજ્ઞાન મનુષ્યોની સોબત એ જ્ઞાનનો નાશ કરનારી મહાનું મૂચ્છ છે, ક્રોધમાનાદિ પ્રગટ થવાનાં બળવાન નિમિત્તો છે અને ચિંતાનાં કારણો ઉત્પન્ન કરાવનાર સાધનો છે.
વિષયોનો ત્યાગ, નિર્જન સ્થાન, તત્ત્વજ્ઞાન, ચિંતારહિત-મન, નિરોગી શરીર અને યોગનો નિરોધ (મન વચન કાયાનો નિરોધ) એ સર્વ મુનિઓને મોક્ષને અર્થે ધ્યાનમાં પ્રબળ નિમિત્તો છે.
વિકલ્પો દૂર કરવા સંગત્યાગની જરૂર છે, મનુષ્યોની સોબત કાંઈને કાંઈ સ્મરણ કરાવ્યા સિવાય રહેતી નથી, એકી સાથે વળગેલા વાંછીઓ જેમ મનુષ્યોને પીડા ઉત્પન્ન કરે છે તેમ વિકલ્પો આત્માને પીડા કરનારા છે. અરે! આ વિકલ્પો જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્માને શાંતિ ક્યાંથી