________________
૯૨ આત્મવિશુદ્ધિ
ગીરનારજીની ગુફામાં ધ્યાન કરતા રહનેમી મુનિની ધ્યાનની ધારા પણ રાજીમતીના નિમિત્તથી બદલાણી હતી, પરંતુ રાજીમતીની આત્મજાગૃતિએ પાછા તેને ધ્યાનમાં સ્થિર કર્યા હતાં.
ચૌદપૂર્વધર મહાત્મા મંદિષેણની ધર્મધ્યાનની ધારા વેશ્યાના નિમિત્તે બદલાણી હતી. મહાત્મા દમસાર મુનિની આત્મધારા બ્રાહ્મણે ગામનાં ઘરોની ભીંતોવાળો પાછલો તપેલો માર્ગ બતાવવાથી ક્રોધના રૂપમાં બદલાઈ ગઈ હતી.
આવા આવા સેંકડો દેતો સારાં નિમિત્તોથી આત્મબળ જાગૃત થવાનાં અને ખરાબ નિમિત્તોથી આત્મમાર્ગમાંથી પતિત થવાનાં શાસ્ત્રોમાંથી મળી આવે છે. તેમ જ આપણે પણ પ્રત્યક્ષ અનુભવીએ છીએ, માટે નિર્જનસ્થાનની આત્મધ્યાન કરનારને બહુ જરૂર છે એ વાત નિર્વિવાદ છે.
સબુદ્ધિ, સમભાવ, તત્ત્વાર્થનું ગ્રહણ, મનવચન કાયાનો નિરોધ, વિરોધી નિમિત્તોનો અભાવ, સારાં નિમિત્તોની હૈયાતિ, રાગદ્વેષાદિનો ત્યાગ અને આત્મજાગૃતિ એ સર્વ આત્માની વિશુદ્ધિના જેમ પ્રબળ નિમિત્ત કારણો છે, તેમ ધ્યાન માટે નિર્જનસ્થાન એ પણ એક ઉત્તમ નિમિત્ત કારણ છે.
ચંદ્રને દેખીને જેમ સમુદ્ર વેળાવૃદ્ધિ પામે છે, મેઘની વૃષ્ટિથી નદીઓમાં પાણીનો વધારો થાય છે, મોહથી જેમ