________________
૯૪ આત્મવિશુદ્ધિ હોય? જો બાહ્ય સંગના ત્યાગથી આ જીવને આટલું સુખ થાય છે તો પછી આત્માના સંગથી ખરું સુખ તેણે શા માટે ન ભોગવવું? અજ્ઞાની જીવો બાહ્ય વસ્તુના સંગથી સુખ માને છે ત્યારે જ્ઞાનીઓ તેના ત્યાગમાં જ સાચું સુખ અનુભવે છે.
અહો! જેઓ ઉણોદરી કરવાથી અને નિર્જન પ્રદેશના સેવનથી વિશેષ પ્રકારે સાધ્ય થતા અધ્યયન અને સધ્યાન રૂપ તપ કરે છે તે મુમુક્ષુઓને ધન્ય છે. તેઓ ગુણી છે, વંદનીય છે, અને વિદ્વાનોમાં મુખ્ય છે કે જેઓ નિરંતર શુદ્ધ આત્મજ્ઞાનમાં મગ્ન થઈ નિર્વિકલ્પ દશા રૂપ નિર્જન પ્રદેશ સેવે છે. જ્ઞાન ધ્યાનમાં વિઘ્ન રૂપ ન હોય એવું નિર્જન સ્થાન તેને પુરુષો અમૃત કહે છે. બાકી બીજી અમૃત માટેની વાત મને તો કવિઓની કલ્પના જ લાગે છે.
અહો! તે મહાત્માઓને ધન્ય છે કે જેઓ ભોંયરામાં, ગુફાઓમાં, સમુદ્ર યા સરિતાને કિનારે, સ્મશાનમાં, વનમાં અને તેવા જ શાંત પ્રદેશમાં શુદ્ધ આત્મધ્યાનની સિદ્ધિને માટે વસે છે.
આવા શાંત પ્રદેશના અભાવે યોગીઓને મનુષ્યોનો સમાગમ થાય છે, તેમને જોવા વડે અને વચનથી બોલાવવાવડે મનનું હલન ચલન થાય છે, તેમાંથી રાગદ્વેષાદિ પ્રગટે છે, તેમાંથી ક્લેશ થાય છે અને છેવટે વિશુદ્ધિનો નાશ થાય છે. વિશુદ્ધિ વિના શુદ્ધ ચિતૂપનું ચિંતન