________________
૮૮ આત્મવિશુદ્ધિ
પ્રકરણ સોળમું
નિર્જન થાળ निर्जनं सुखदं स्थाने, ध्यानाध्ययन साधनं । रागद्वेष विमोहानां, शांतनं सेवते सुधीः ।।१।।
બુદ્ધિમાન સુખદાયી નિર્જન–સ્થાનને સેવે છે, તે ધ્યાનમાં અને ભણવામાં સાધન રૂપ છે તથા રાગદ્વેષ અને મોહને શાંત કરનાર છે.”
જેને આત્માનું સાધન કરવાનું છે, ધર્મ શાસ્ત્રોનો અભ્યાસ કરવાનો છે તથા ધ્યાન કરવાનું છે, તેને મનુષ્યાદિના સંસર્ગ વિનાનું સ્થાન ઘણું ઉપયોગી છે. સંસાર પરિભ્રમણ કરવાથી જેઓ થાક્યા છે, કંટાળ્યા છે, આત્માનું ભાન ગુરૂકૃપાથી મેળવ્યું છે, મનને નિર્મળ તથા સ્થિર કરવાનાં સાધનો જાણી લીધાં છે, અને તે પ્રમાણે વર્તન કરવા તૈયાર થયેલ છે, તેવા આત્માઓને મનુષ્ય, પશુ, સ્ત્રી, નપુંસકાદિ વિનાનું સ્થાન સુખદાઈ છે.
મનુષ્ય ઉપરથી બધી વસ્તુનો ત્યાગ કર્યો હોય છે, બ્રહ્મચર્ય પાળવાનો તથા ક્રોધાદિ ન કરવાનો નિયમ લીધો હોય છે, છતાં સત્તામાં તે તે કર્મો રહેલાં તો હોય છે, કાંઈ નિયમ લેવાથી કર્મો ચાલ્યાં જતાં નથી, પણ નિયમ પ્રમાણે વર્તન કરવાથી ધીમે ધીમે તે તે કર્મોનો થતો ઉદય નિષ્ફળ કિરવામાં આવે છે અને તે દ્વારા કર્મનો ક્ષય થાય છે. પરંતુ