________________
આત્મવિશુદ્ધિ જ ૮૭ તો મુક્તિ તમારા હાથમાં જ છે. લોકોને રંજન કરવાને નિરંતર પ્રયત્ન કરો છો તેવો પ્રયત્ન જો તમારા આત્માને માટે કરો તો મોક્ષપદ તમારા માટે છેટું નથી. પરને રંજન કરવા તે વિભાવ પરિણામ છે. આત્મા સ્વભાવરૂપ છે. સ્વભાવ દશામાં આવ્યા વિના તાત્વિક સુખ નથી. હે જીવ! ગુરૂ પાસેથી આત્મજ્ઞાન મેળવ. અન્ય સંગનો ત્યાગ કરી આત્માનું અવલંબન લઈ તેમાં સ્થિર થા. હું ચોક્કસ કહું છું કે આ પરદ્રવ્યનો અવશ્ય વિયોગ થશે માટે તેમાં પ્રીતિ ન કર. તત્ત્વદષ્ટિવાળાને શું ત્યાગ કરવો યોગ્ય નથી? અર્થાત્ સર્વ છે. આત્મ સ્વરૂપની પ્રાપ્તિ વિના રાજ્યથી, સ્ત્રીઓથી, ઇન્દ્રિયોના વિષયોથી, કલ્પવૃક્ષો અને કામધેનુ આદિથી પણ કોઈ કદાપિ કૃતાર્થ થયો નથી અને થશે પણ નહિ. ' સર્વસ્વ ત્યાગી, ઇચ્છા રહિત, સામ્ય આરૂઢ, તત્ત્વજ્ઞ, વિવેકી અને પોતાના સ્વરૂપમાં આસક્ત થયેલ આત્મા પોતાના પૂર્ણ સ્વરૂપને પ્રગટ કરે છે.