________________
૭૮ આત્મવિશુદ્ધિ અભ્યાસ કરો. એથી કર્મનો નાશ થાય છે. ઉત્તમ ધર્મ ધ્યાનની વૃદ્ધિ થાય છે અને છેવટે શાશ્વત શાંતિવાળા મોક્ષની પ્રાપ્તિ થાય છે.
પૂર્વે ઉત્પન્ન થયેલાં વૃક્ષો વરસાદ થવાથી વૃદ્ધિ પામે છે તેમ નિર્મળ આત્માના ધ્યાનથી ધર્મની વૃદ્ધિ થાય છે. વરસાદ વરસવાથી અંકુરાઓ પ્રગટી નીકળે છે તેમ શુદ્ધ આત્માના દર્શનથી મોક્ષ દેવાવાળો ધર્મ પ્રગટે છે.
વ્રતો લીધાં ન હોય, શાસ્ત્રો ભણ્યાં ન હોય, નિર્જન સ્થાનમાં નિવાસ ન કરાતો હોય, બાહ્ય અત્યંતર સંગનો ત્યાગ ન કર્યો હોય, મૌન ધારણ ન કર્યું હોય, અને યોગ ધારણ ન કર્યો હોય, ઈત્યાદિ કર્યા વિના પણ જો તે નિરંતર અખંડ આત્મજ્ઞાનનું જ ચિંતન કરતો હોય તો તે જીવનો મોક્ષ થઈ શકે છે. આત્મસ્મરણ એ એવી પ્રબળ વસ્તુ છે કે તેની અંદર વ્રતાદિ લીધા વિના પણ વ્રતાદિનું પાલન થઈ જ જાય છે.
છ ખંડનું રાજ્ય પાળવા છતાં પણ શુદ્ધ આત્માનું અખંડ સ્મરણ કરનાર, શુદ્ધ આત્મામાં રક્ત થયેલ, નિરંતર તે તરફ લક્ષ બાંધી વર્તન કરનાર ભરત મહારાજા વિશેષ કર્મબંધન કરતાં આરિસા ભુવનમાં કેવળજ્ઞાન પામ્યાં. આ શુદ્ધ આત્માના સ્મરણનો જ મહિમા છે. સદા શુદ્ધ આત્માનું સ્મરણ કરનાર ઉપરથી વ્યવહારના સેંકડો કાર્ય કરતો હોય છતાં પણ અશુભ કર્મથી બંધાતો નથી, તેનો આત્મા અલગ