________________
૭૬ જ આત્મવિશુદ્ધિ ટુંકા વખતમાં કર્મોનો નાશ કર્યો. કેટલાંક નિકાચિત કર્મો વિપાકે ભોગવ્યાં અને કેટલાક સોપક્રમિક કર્મો આત્માની નિર્મળતાએ પ્રદેશે ભોગવ્યાં. કહેવાનો આશય એ છે કે આવાં પ્રબળ અને ઘોર કર્મના ઉદય વખતે પણ તે મહાનું પુરુષો પોતાના ચિતૂપનું સ્મરણ ભૂલતે કે મૂકતા નહિ. ખરું કહો તો આવા વિનોએ જ તેમને ટૂંકા વખતમાં પ્રબળ પુરુષાર્થ કરાવીને નિર્મળ બનાવ્યાં છે. ઓ, સોહં, હું શુદ્ધાત્મા છું વિગેરેમાંથી કોઈ પણ શબ્દનો અખંડ જાપ વધારવાની જરૂર છે. આ જ આત્મ સ્મરણ છે. પરમાત્માના નામને સૂચવનારો કોઈ પણ શબ્દ લ્યો, અમુક જ શબ્દ લેવો તેવો આગ્રહ કરવાનું કાંઈ પણ કારણ નથી, કેમ કે ભગવાનનાં–શુદ્ધ આત્માનાં હજારો નામ છે. માટે ગમે તે નામે શુદ્ધ આત્માને યાદ કરો. તેનું સ્મરણ કરો. એક આંખ મીંચીને ઉઘાડો તેટલો વખત કે શ્વાસોશ્વાસ લ્યો તેટલો વખત પણ તે સ્મરણ ભૂલો નહિ. ત્યાર પછી તે અખંડ સ્મરણ થાય છે. વગર જણે તે તરફ ઉપયોગ રાખો એટલે જપાયા કરે છે. આનું નામ પદDધ્યાન છે. આ પદસ્થધ્યાન આવ્યા પછી જ રૂપસ્થધ્યાનની શરૂઆત થાય છે. એ પદસ્થધ્યાનને છેડે જ રૂપ પ્રગટે છે, આત્મ સ્વરૂપ દેખાય છે અને પછી તે રૂપનું ધ્યાન કરાય છે, તે રૂપસ્થનું ધ્યાન કહેવાય છે. અને આ રૂપસ્થળન તે જ રૂપાતિત ધ્યાનનું કારણ છે, માટે ભોજન કરતાં, પાણી પીતાં, સુતાં, બેસતાં,