________________
આત્મવિશુદ્ધિ જ ૭૫ આવાં વિદનો આપણને શુદ્ધ કરવા માટે આવે છે. આપણી અંદર છુપાયેલી–સુતી પડેલી શક્તિને બહાર લાવવા માટે આવે છે. વિદનની સામે બળ વાપરવાથી સત્તામાં રહેલી વિશેષ શક્તિ બહાર આવે છે. જેમાં વિદન મોટું તેમ તેને જીતવા પુરુષાર્થ વધારે કરવો પડે છે અને જેમ પુરુષાર્થ કરાય છે તેમ સત્તામાં રહેલી શક્તિ બહાર આવે છે અને તેટલો જ આત્મા શુદ્ધ થાય છે તથા આગળ વધે છે. માટે વિનથી નિરૂત્સાહી ન થતાં તે વખતે બમણાં જોરથી પુરુષાર્થ કરવો.
રાગાદિક પાપ પ્રકૃતિના ઉદયરૂપ છે, તે ભોગવ્યાથી ઓછા થાય છે, તે સાથે આત્મજાગૃતિ વધારવામાં આવે તો જે વિપાકે ભોગવાય છે તેના કરતાં આત્મ શુદ્ધિથી, આત્મ ઉપયોગની તીવ્ર જાગૃતિથી પ્રદેશદ્વારા ઘણી સહેલાઈથી અને ટૂંકા વખતમાં તે કર્મો ઓછાં કરી શકાય છે.
શાસ્ત્રોમાં કે પરંપરા દ્વારા એમ સંભળાય છે કે પ્રભુ મહાવીરને જેટલાં કર્મો છેલ્લા ભવમાં હતાં, તેટલા ત્રેવીશ તીર્થકરોનાં ભેગા મળીને હતાં, છતાં ઋષભદેવ ભગવાનને એક હજાર વર્ષ કર્મ ખપાવતાં લાગ્યાં, બીજા તીર્થકરોને થોડો, ઝાઝો વખત પણ લાગ્યો, ત્યારે મહાવીર પ્રભુએ તે સર્વ કર્મો સાડાબાર વર્ષમાં બાળીને ભસ્મ કરી નાખી કેવળજ્ઞાન પ્રગટ કર્યું. આનું કારણ એ જ છે કે પ્રભુ મહાવીરે પ્રબળ પુરુષાર્થ અને અખંડ જાગૃતિ રાખી, તેથી