________________
૮૪ આત્મવિશુદ્ધિ
પણ જો પ્રથમના ચાલુ વૈરાગ્યમાં વધારો થતો રહે, આત્મા તરફનું નિશાન મજબુત થાય, ગમે તે ભોગે આત્મસ્વરૂપ પ્રગટ કરવું જ છે એ નિશ્ચય દેઢ થાય, આ શુભ બંધનોમાં પણ તે ક્યાંય ન બંધાયો હોય, મતમતાંતરના કદાગ્રહો સ્યાદ્વાદ શૈલીના જ્ઞાનથી તોડી પાડ્યાં હોય, ક્રોધ માનાદિ કષાયોને પાતળા કરી નાખ્યા હોય અને ગુરૂકૃપાથી આત્મતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત થયું હોય તો તેનો વૈરાગ્ય તત્ત્વજ્ઞાનના રૂપમાં બદલાઈ જશે.
હવે તેને કર્મ કાંડથી પડેલા મતભેદ નજીવા લાગશે. અપેક્ષાએ તે બધા મતમતાંતરોના સવળા અર્થો અને નિર્ણયો કરી શકશે, તેને મને પોતાનું અને પારકું હવે રહેશે નહિ, કોઈ પોતાનું કે પારકું નથી, અથવા બધા પોતાના છે એવો દિવ્ય પ્રેમ પ્રગટ થશે, ગમે તે મતનો હોય છતાં આ ગુણીને દેખીને તે મતાંતર વાળાને પણ પ્રેમ અને પૂજ્ય બુદ્ધિ પ્રગટ થશે. તેનું નિશાન એક સત્ય આત્મા જ રહેશે, તેની નજરમાં હજારો માર્ગો દેખાઈ આવશે, અને કોઈ પણ માર્ગે પ્રયાણ કરનારને કાં તો તેનું નિશાન બદલાવીને અને કાં તો તેની અપેક્ષા સમજાવીને બીજા માર્ગ તરફ અપ્રીતિ કે દ્વેષની લાગણી બંધ કરાવી શકશે, તેના ગમે તે કર્મમાર્ગમાં પણ જ્ઞાનની મુખ્યતા હશે. તેના સહજ વાર્તાલાપમાં પણ આત્મજ્ઞાન ભરેલું હશે, તેની ધાર્મિક દશનામાં પણ આત્મમાર્ગ જ ડગલે ને પગલે