________________
આત્મવિશુદ્ધિ જ ૮૩ સાધનોને ઠેકાણે પુન્ય આશ્રવનાં કારણો આ છે. અશુભને સ્થાને એ શુભ સાધનો છે. તાત્વિક મમત્વવાળાને બદલે ઉપર ઉપરની લાગણીવાળાં છે એટલે મજબુત બંધન કે પ્રતિબંધરૂપ નથી.
આટલું છતાં જો પ્રથમનો વૈરાગ્ય બન્યો રહે, ચાલ્યો ન ગયો હોય એટલું જ નહિ પણ તેમાં દિન પ્રતિદિન વધારો થતો રહ્યો હોય તો આગળ વધતાં સૂત્ર સિદ્ધાંત ભણતાં, ગુર્નાદિકની સેવા કરતાં અને સત્સમાગમમાં રહેતાં, તાત્વિક ત્યાગ જેને જ્ઞાનગર્ભિત વૈરાગ્ય કહેવામાં આવે છે, તે પ્રગટ થાય છે. પણ જો તે વૈરાગ્ય અમુક દિવસ પૂરતો જ હોય, વ્યવહારનાં કંટાળાથી જ ઉત્પન્ન થયેલો હોય અથવા અમુક વસ્તુના અભાવથી ઉત્પન્ન થયેલો હોય તો આ પુસ્તકાદિ જે રૂપાંતરે ગ્રહણ કરેલાં છે તે જ પ્રતિબંધ અને મમત્ત્વનાં સ્થાન થઈ પડશે, સ્ત્રી પુત્રાદિ જે બંધનનાં કારણો હતાં તેના કરતાં આ શિષ્ય શિષ્યાદિ વધારે બંધનનાં નિમિત્તો થશે; પ્રથમનાં કર્મ. બંધનાં કારણોથી આ વિશેષ બંધનનાં કારણો થઈ પડશે, પ્રથમ જેને પ્રતિબંધ રૂપે પ્રભુના માર્ગમાં આ જીવ માનતો હતો, તેને હવે આ રૂપાંતરે ગ્રહણ કરેલા સાધનો પ્રભુના માર્ગમાં વિશેષ પ્રકારે પ્રતિબંધ રૂપે થશે, આત્મભાન ભૂલાવશે, આસક્ત બનાવશે અને છેવટે આગળ વધવામાં અશક્ત બનાવી મૂકશે.