________________
આત્મવિશુદ્ધિ જ ૮૧ જડ વસ્તુનું ચિંતન તેના આકર્ષક ગુણને લઈને થાય છે અને બીજું તેના સ્વભાવથી આત્માનો સ્વભાવ જુદો છે, તેની સરખામણી અથવા નિશ્ચય કરવા માટે થાય છે. પ્રથમનું ચિંતન ત્યાગ કરવા યોગ્ય છે. બીજું ચિંતન વસ્તુતત્ત્વના નિર્ણય માટે કરીને તેનો નિશ્ચય થયા પછી જ ત્યાગ કરવા યોગ્ય છે. આત્મવસ્તુના ચિંતનમાં પણ અનંત આત્મદ્રવ્યો છે. તેમાંથી જ્ઞાતાદૃષ્ટાપણું, સુખ દુઃખના અનભવ કરવાપણું પોતાનું પોતાને ઉપયોગી છે, અને પોતા માટે પોતામાં જ અનુભવો થાય છે, માટે બીજા અરિહંતાદિ પવિત્ર આત્મા સાથે પોતાના આત્મદ્રવ્યની સરખામણી કે નિશ્ચય કરી લીધા પછી પોતામાં જ સ્થિરતા કરવાની છે અને તે સિવાયના બીજા જીવોના ચિંતનનો તો અવશ્ય ત્યાગ કરવા યોગ્ય છે.
આગળ વધવામાં આલંબન માટે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિરાજ આ પાંચ પરમેષ્ઠિની મદદ લેવામાં આવે છે, પણ માળ ઉપર ચડવામાં જેમ દાદરાની સહાય લેવામાં આવે છે તેમ આત્મદ્રવ્યથી જુદા તે અરિહંતાદિની મદદથી આગળ વધવું અને માળ ઉપર ચડી ગયા પછી જેમ દાદરનો ત્યાગ કરવામાં આવે છે તેમ શુદ્ધ આત્મદ્રવ્યની પ્રાપ્તિ થયા પછી આ મદદગારોના ચિંતનનો પણ છેવટે ત્યાગ કરવો.
- જે જે આત્માઓ જેટલા જેટલા આગળ વધ્યા હશેતેમનો આત્મા જેટલો નિર્મળ થયો હશે, તેના પ્રમાણમાં તે