________________
૮૦
આત્મવિશુદ્ધિ
પ્રકરણ પંદરમું પરચિતoળી ત્યાગ. कारणं कर्मबंधस्य, परद्रव्यस्यचिंतनं ।
स्वद्रव्यस्य विशुद्धस्य, तन्मोक्षस्यैव केवलं ॥१॥ પદ્રવ્યનું ચિંતન કરવું તેજ કર્મબંધ થવાનું કારણ છે અને પવિત્ર આત્મદ્રવ્યનું ચિંતન કરવું તે કેવળ મોક્ષનું જ કારણ છે.”
સજીવ અને નિર્જીવ બને પદાર્થોથી આ વિશ્વ ભરેલું છે. સજીવ પદાર્થમાં અનંતજીવ દ્રવ્યો છે. અજીવ પદાર્થમાં જીવદ્રવ્ય કરતાં અનંતગણા જડ દ્રવ્યો છે. અનંતજીવદ્રવ્યમાંથી પોતાના આત્માને જુદો કરીને તેનો વિચાર કરવો, તેનું ચિંતન કરવું અને તેમાં જ સ્થિર થઈ રહેવું તે જ મોક્ષનું કારણ છે, તે સિવાય બાકી રહ્યાં તે સર્વે સજીવ અને નિર્જીવ દ્રવ્યો છે, તે પરદ્રવ્ય છે. તેનું ચિંતન કરવું, તેમાં શુભાશુભ ઉપયોગ દેવો, તેમાં તદાકારે પરિણમવું તે પરદ્રવ્યનું ચિંતન કરવાનું કહેવાય છે, તે કર્મબંધનું કારણ છે.
ચિંતન બે પ્રકારે થાય છે. એક તો તેના સ્વરૂપનો વિચાર કરી, પરિણામે દુઃખ રૂપ જાણી તેનાથી પાછું હઠવા રૂપે હોય છે. બીજું ચિંતન રાગદ્વેષની લાગણીથી થાય છે. અહીં જે વાત કહેવામાં આવે છે તે રાગદ્વેષની લાગણીઓ પેદા કરનાર ચિંતનના ત્યાગ માટે છે.