________________
આત્મવિશુદ્ધિ ૧ ૭૩ કરે છે. દરેક શબ્દમાં તેના જ ભણકારા તેને સંભળાય છે. સ્વપ્નાં પણ તેનાં જ આવે છે. વિચારોમાં પણ તેની જ આકૃતિઓ મનમાં ખડી થાય છે. ખાવાનું, પીવાનું, સુવાનું, ઉંઘવાનું અને તેના માટે લોકલાજને પણ તેઓ ભૂલી જાય છે. આવી એક ક્ષણિક, વિયોગશીલ, દુઃખદાઈ અને વિરસ પરિણામવાળી કામની ભાવના છે તેને માટે જ્યારે મનુષ્યો પોતાનું ભાન ભૂલીને તેમાં એકતાર બને છે તો પછી જે શાશ્વત, અખંડ સુખરૂપ, સુંદર પરિણામવાળો પરમાત્માનો માર્ગ છે તેની અંદર આ જીવે કેટલી બધી જાગૃતિ રાખવી જોઈએ? કેટલો પુરુષાર્થ કરવો જોઈએ? આવી લાગણીથી પરમાત્માનું સ્મરણ કરાય તો આત્મા તે પરમાત્મા બની રહે છે. - જે જે ક્રિયાઓ કરવામાં આવે તે તે સર્વ ક્રિયામાં આત્મ ઉપયોગની જાગૃતિ હોવી જ જોઈએ. તે ક્રિયા પણ આત્માને માટે જ કરવી જોઈએ, આત્માની સાથે તે ક્રિયાનો સંબંધ જોડાવો જોઈએ. તો જ તે ક્રિયા કર્મની નિર્જરા કરી આત્મ સ્વરૂપે પ્રગટ કરી આપે છે.
ભગવાન મહાવીર દેવ કહે છે કે “આ માર્ગ ધીર પુરુષોનો છે, આ માર્ગમાં ધીર પુરુષોએ પ્રવૃત્તિ કરી છે.” એટલે આ માર્ગમાં અનેક વિઘ્નો આવવા સંભવ છે પણ તે વખતે પોતાનું આત્મભાન ન ભૂલવું, આત્મભાન જાગૃત રાખી શકે તેજ ધીર પુરુષ છે. વિદનો તો આવવાનાં જ. પણ