________________
૭૨ જ આત્મવિશુદ્ધિ ઉપયોગ, યા લાગણી તો પોતાના વ્હાલા વાછરડામાં જ હોય છે. આવી રીતે આત્મ ભાનમાં જાગૃત આત્મા, વ્યવહારના કાર્ય કરવા છતાં પોતાના શુદ્ધ સ્વરૂપનું લક્ષ ચૂકતો નથી. અથવા ભર બજારમાં નટ પોતાનો ખેલ કરે છે, વાંસ લઈને દોર ઉપર ચડે છે, લોકો કોલાહલ કરે છે, નીચે તેના સોબતીઓ ઢોલ કે બીજાં વાજીંત્રો વગાડે છે, કોઈ ગાયન કરે છે, આટલાં બધાં વિક્ષેપનાં સાધનો-કારણો હોવા છતાં દોર પર ચડેલો નટ ત્યાં પોતાની રમત શરૂ કરે છે, તે વખતે પોતાની સુરતા દોર તરફની ચુકતો નથી, લોકોના કોલાહલને ગણકારતો નથી, કોણ કોણ લોકો જોવા આવ્યા છે અને તેઓ કેવા છે, તે તરફ ધ્યાન આપતો નથી. વાજીંત્ર વગાડનાર કે ગાયન કરનાર શું બોલે છે અને કેવું વગાડે છે તે પણ તે વખતે તેના લક્ષમાં નથી. કેવળ પોતાની સુરતા દોર ઉપર જ રાખતો હોવાથી ખેલ પુરો કરી શરપાવ મેળવે છે. એ વખતે જરા પણ લક્ષ બીજા તરફ કરે તો ઉપરથી પડે, હાડકાં ભાંગે કે મરે અને લોકોમાં હાંસી પાત્ર થાય, વળી શરપાવ પણ ન મળે, છતાં તેવા પ્રસંગો ભાગ્યે જ આવે છે. આ દેષ્ટાંતે આત્મ કલ્યાણનો ઇચ્છુક જીવ વ્યવહારમાં બધી પ્રવૃત્તિ કરે છે છતાં તે પોતાનું ભાન ભૂલતો નથી.
કામીઓના મનમાં જેમ રાત્રી દિવસ કામનું જ લક્ષ, કામની જ ભાવના, કામનું જ ચિંતન રહે છે, સર્વે સ્થળે તે પોતાના કામી પુરુષને, કે પુરુષ પોતાની પ્રેમ પાત્રને જોયા