________________
૬૮ * આત્મવિશુદ્ધિ
પ્રકાશના રૂપમાં બદલાઈ જાય છે તેમ મનની અશુદ્ધિવાળા પરમાણુઓનું પરમાત્માના નામ સ્મરણરૂપ પ્રકાશના બળે રૂપાંતર પામી જાય છે, એટલે અશુદ્ઘ કે અશુભ અધ્યવસાયમાંથી મનને પાછું હઠાવીને શુભ આલંબનમાં જોડી દેવું તે શરૂઆતમાં ઘણું સારૂ છે.
ત્યાર પછી “હું શુદ્ધ આત્મ સ્વરૂપ છું, નિરંજન છું, નિરાકાર છું, જ્યોતિ સ્વરૂપ છું." અથવા કોઈ પણ વિચારને મુખ્ય રાખીને મનની શુભ કલ્પનારૂપ જાપ કે પ્રતિમાજી આદિના આલંબનને મૂકી દેવું અને એ શુદ્ધતા, કર્મ અંજન રહિતતા, નિરાકારતા કે જ્યોતિ સ્વરૂપતામાં એક રસ થઈ રહેવું., તેમાં રહેવાય તેટલીવાર રહેવું અને ન રહેવાય તો પાછું પ્રથમનું આલંબન પકડી લેવું. તેમાંથી પાછું નિર્વિકલ્પાદિના સ્વરૂપમાં આવવું. આમ થોડીવાર આલંબન લેવું અને થોડીવાર નિરાલંબન મનને રાખવું. આ પ્રમાણે કેટલાક લાંબા વખતના અભ્યાસ પછી મન આત્મામાં આવીને લીન થઈ જાય છે. આ વખતે વિશુદ્ધિ ઘણી થયેલી હોય છે અને જેમ જેમ આત્માના નિર્વિકલ્પ સ્વભાવમાં વધારે વખત રહેવાય છે તેમ તેમ વિશુદ્ધિ વધતી જાય છે.
કોઈની પણ નિંદા ન કરવી. પાપી મનુષ્યોને જોઈને તેના કર્મની તેવી જ રચના છે એવો વિચાર કરવો. અથવા તેના કર્મનો જોખમદાર કે જવાબદાર તેજ છે, કરશે તે