________________
૬૬ આત્મવિશુદ્ધિ જુલાબ આપી, અશુભ વિચારો અને વર્તનો બંધ કરાવે છે. તે પછી આત્માનું ધ્યાન કરવા રૂપ રસાયણ આપે છે. તે સિવાય કરાયેલી મહેનત આત્મસ્વરૂપ પ્રગટ કરાવનારી થતી નથી.
જેમ પાણીના પ્રવાહને અટકાવવા આડી મજબૂત પાળ બાંધવારૂપ બંધ નાખવામાં આવે છે તેથી પાણી રોકાઈ રહે છે, છતાં તે રોકાયેલા પાણીને બીજી બાજુ વાળવાનો પ્રયત્ન કરવામાં ન આવે તો તે પાણી પાળને તોડી નાખશે. અથવા પાળ ઉપર થઈને ચાલ્યું જશે; તેમ મનથી કોઈ પણ અશુભ વિકલ્પ ન કરવારૂપ નિશ્ચય કરવામાં આવે તેથી તે નિશ્ચયની પાળ આગળ અશુભ વિકલ્પો અટકશે, છતાં તે મનને બીજે રસ્તે જોડવામાં ન આવે તો છેવટે મન તેના સ્વભાવ પ્રમાણે પોતાના નિશ્ચયને તોડી નાખશે. માટે મનને સારા વિચારો કરવા તરફ વાળવું જોઈએ. સારા વિચારો કે જાપ કરવા તરફ વળેલો મનનો પ્રવાહ અશુભ માર્ગ તરફ વહન નહિ થાય અને અશુભ વિચારો ન કરવાના નિશ્ચયવાળો પાળનો બંધ મજબુત બન્યો રહેશે. આ વિચાર પ્રમાણે મનને શુભ માર્ગમાં જોડવાથી અશુભ વિચારોને અટકાવવાની જરૂર પણ રહેશે નહિ. અર્થાત્ શુભ વિચારો કરવા આડે તેને ફુરસદ નહિ મળે, તેથી અશુભ વિચારો કરતું મન સ્વાભાવિક જ બંધ થશે.
જેમ કાંટો કાંટાને કાઢે છે તેમ શુભ વિચારો અશુભ