________________
આત્મવિશુદ્ધિ જ ૬૯ ભરશે, વાવશે તેવું લણશે, એમ વિચાર કરીને તેની નિંદા ન કરતાં ઉપેક્ષા કરવી. ગુણવાનું મનુષ્યોની સેવા કરવી. ગુણાનુરાગ કરવો. દરેક મનુષ્યમાંથી અને દરેક વસ્તુમાંથી ગુણ જોવાની અને લેવાની ટેવ રાખવી, તત્ત્વનો નિશ્ચય કરવો. લોકસંજ્ઞા (લોકો જેમ કરે તેમ કરવા રૂપ)નો ત્યાગ કરવો. આત્મશ્રદ્ધા રાખવી. જડચૈતન્યનો વિવેક કરવો. બાળક પાસેથી પણ હિતકારી વચન ગ્રહણ કરવાં. દુર્જન મનુષ્યોના ઉપર પણ દ્વેષ ન કરવો પારકી આશાનો ત્યાગ કરવો. વિષયોને પાશ સમાન લેખવા. કોઈ સ્તુતિ કરે તો ખુશી ન થવું. કોઈ નિંદા કરે તો ક્રોધ ન કરવો. ધર્મ ગુરૂની સેવા કરવી. તત્ત્વ પ્રાપ્ત થાય તેવી ઈચ્છા રાખવી. મનની પવિત્રતા વધારવી. આત્મ સ્થિરતા કરવી. છળપ્રપંચ ન કરવા. વૈરાગ્ય ધારણ કરવો. મનનો નિગ્રહ કરવો. ભવમાં રહેલા દોષો જોવા દેહાદિની વિકૃતિ યા વિરૂપતાનો વિચાર કરવો. સર્વ જીવ સાથે મિત્રતા રાખવી. દુઃખી જીવો ઉપર કરુણા કરવી. અનિત્યાદિ બાર ભાવનાનો વિચાર કરવો. પરમાત્મા તરફ ભક્તિ વધારવી. એકાંતવાસ સેવવો અથવા નિર્જન પ્રદેશમાં રહી આત્મ તુલના કરવી. પ્રમાદનો વિશ્વાસ ન કરવો. આગમને મુખ્ય રાખીને વર્તન રાખવું. મનમાં કુવિકલ્પો આવવા ન દેવા. જ્ઞાની અને વયોવૃદ્ધ પુરુષની નિશ્રાએ રહેવું. આત્માનું ધ્યાન કરવું. શ્વાસોશ્વાસે પરમાત્માનું સ્મરણ કરવું. આત્મતત્ત્વનો સાક્ષાત્કાર કરવો અને આત્માના આનંદમાં લીન થવું. આ