________________
આત્મવિશુદ્ધિ જ ૧૧ પણ જરૂરિયાત છે, ગમે તેટલો પુરુષાર્થ કરવા છતાં વાંઝણીને પુત્રની પ્રાપ્તિ થતી નથી, ગધેડાને શીંગડાં ઉગતા નથી તેમ અભવ્ય જીવોમાં શુદ્ધ ચિતૂપના ધ્યાનની ઉત્પત્તિ થતી નથી. જેમ અજીર્ણના વિકારવાળાને અન્નની રૂચિ થતી નથી તેમ દૂરભવ્ય જીવોને શુદ્ધ ચિતૂપ આત્માના ધ્યાનની રૂચિ થતી નથી. જેમ પિતા વિના પુત્રાદિની ઉત્પત્તિ સંભવતી નથી તેમ ભેદજ્ઞાન વિના શુદ્ધ આત્માની પ્રાપ્તિ સંભવે નહીં. ક્રિયામાં, શરીરમાં અને સર્વ સંગમાં નિર્મમતારૂપ માતા હોય તો જ આત્મ ધ્યાનરૂપ પુત્રની પ્રસૂતિ થાય. માતા વિના પુત્રની પ્રસૂતિ ન હોય તેમ વિશ્વના સર્વ પદાર્થોમાંથી મમતાભાવ ગયા વિના આત્મધ્યાન પ્રગટ ન જ થાય.
ચિંતા વિનાનું હૃદય, જીવોના સંસર્ગ વિનાનું સ્થાન, - થોડા ભવમાં મોક્ષ જવાની લાયકાતવાળી આસન્નભવ્યતા,
જડ ચૈતન્યના વિવેકવાળું ભેદજ્ઞાન અને પરભાવમાં મમતા વિનાનું જીવન આ સર્વ આત્મ પ્રાપ્તિ થવાનાં સાધનો છે.
જ્ઞાની પુરુષો પોતે જ્ઞાતા અને દષ્ટારૂપે આ વિશ્વને જાણતા અને જોતા હોવાથી આ વિશ્વના કોઈપણ પદાર્થો તેને પોતા તરફ આકર્ષી શકતા નથી. દેવો અને દેવાંગનાઓ, સુંદર પુરુષો અને સ્ત્રીઓ, મોહક પશુ પક્ષીઓ, તેઓની સ્થિતિ, ગતિ, વચનો, નૃત્યો, સમજ શક્તિ અને શૃંગારાદિ એ સર્વને નાટક સમાન ગણીને, પોતાના જ્ઞાતા દેખાપણાને કર્તા ભોક્તા થવાના રૂપમાં ખંડિત થવા દેતા નથી.