________________
પર જ આત્મવિશુદ્ધિ ગણાતા રાજા મહારાજા અને મહારાણીઓની પણ પ્રવૃત્તિ તપાસવામાં આવે તો ખાવાપીવામાં, મોજમજામાં, પહેરવાઓઢવામાં અને પર વસ્તુઓના સંગ્રહ તરફ જ હોય છે. આત્મા તરફ પ્રવૃત્તિ કરનારા તો કોઈ વિરલ જીવ જ જણાઈ આવશે.
ધનનો ત્યાગ કરનારા, ભગવાનના નામે મંદિરો બંધાવનારા, મહોત્સવો કરનારા, દાન દેનારા અને પરોપકાર કરનારા અનેક જીવો મળી આવવા સુલભ છે. પણ શુદ્ધ આત્મસ્વરૂપ પ્રગટ કરવા તરફ પુરુષાર્થ કરનારા કોઈક જીવો જ મળી આવશે, કેમ કે એમની પ્રવૃત્તિ બાહ્ય વસ્તુનો ત્યાગ કરવાની છે, પણ આત્માને જગાડનારી પ્રવૃત્તિ નથી.
યમ નિયમ પાળનારા, વ્રત ધારણ કરનારા, ઘોર તપશ્ચર્યા કરનારા, પ્રભુનું પૂજન, અર્ચન, નમન કરનારા, વ્યસનોનો ત્યાગ કરનારા, તીર્થયાત્રામાં પર્યટન કરનારા, પરિષદો સહન કરનારા, રૂપવાનું, બળવાન, ધનવાન, લાવણ્યતાવાળા પુત્રાદિ સંતતિવાળા ઘણા જીવો જગતમાં મળી આવવા સંભવિત છે. પણ રાગદ્વેષ મોહનો ત્યાગ કરીને આત્મતત્ત્વમાં લીન થયેલા જીવો મળવા મહાનું દુર્લભ છે, કેમ કે ઉપર બતાવેલી સર્વ પ્રવૃત્તિનો મોટો ભાગ દેહથી કરવા યોગ્ય કાર્યનો છે અને આત્મા તો દેહથી પર છે.
ધર્મ શ્રવણ કરનારા, ઇન્દ્રિયોને દમવાવાળા, મૌનપણું