________________
આત્મવિશુદ્ધિ કે પપ તેમાં અકર્મભૂમિમાં તથા મ્લેચ્છ ખંડવાળી ભોગભૂમિમાં પણ પ્રાયે તેવો કોઈ જીવ હોતો નથી. આર્યખંડમાં ઉત્પન્ન થયેલા જીવોમાં પણ કોઈ વિરલા જ જીવો આત્મજ્ઞાનમાં લીન થનારા હોય છે.
આ ક્ષેત્રમાં અત્યારે ઘણા થોડા જીવો જ આત્માના માર્ગે ચાલનારા છે. તેમાં પણ સમ્યફદર્શનવાળા, અણુવ્રતધારી, મહાવ્રત ધારણ કરનારા, ધીર પુરુષો તો અત્યંત દુર્લભ છે. તેમાં પણ તત્ત્વવેત્તા અને તેમાં પણ આત્મામાં રક્ત–લીન થયેલા જીવો તો અત્યંત દુર્લભ છે. આ અવસર્પિણી કાળમાં વ્રતધારી, જ્ઞાનમાં આસક્ત, ગુણવાન, પાત્રતાવાળા અને સદ્ગતિગામી જીવો ઘણા થોડા હોય છે. - મિથ્યાત્વાદિ ચાર ગુણસ્થાનમાં શુદ્ધ આત્મામાં આસક્ત જીવો સંભવે જ નહીં. વ્રત ધારણ કરનારા જીવો કોઈક વખત જ આત્મામાં આસક્ત હોય છે. પાંચમા ગુણસ્થાનથી ચૌદમા સુધીના દશ ગુણસ્થાનોમાં તેવા જીવો મળી આવે છે, પણ તેવા ઘણા થોડા જ હોય છે.
અત્યારે ઘણા જીવો તો શરીરમાં, ધનમાં, ભાઈઓમાં, પુત્રમાં, પુત્રીમાં, સ્ત્રીઓમાં, માતા-પિતામાં, ઘરમાં, ઇન્દ્રિયોના ભોગમાં, વનમાં, નગરમાં, આકાશી વાહનમાં, રાજકાર્યની ખટપટમાં, ભોજનમાં, બાગ–બગીચામાં, વ્યસનમાં, ખેતીમાં, વાવોમાં, કુવામાં, તળાવોમાં, નદીઓમાં, નાટકોમાં, યશ મેળવવામાં, માન પ્રતિષ્ઠા વધારવામાં,