________________
૬૨ આત્મવિશુદ્ધિ
ઉપશમનું બળ વધારતા રહેવું.
જેમ દબાયેલા અગ્નિમાંથી પણ બારીક વરાળ બહાર આવે છે અને અગ્નિ દબાયેલો રહે છે તેમ કાંઈક મિથ્યાત્વનાં પુદ્ગલો વેદાય અને કાંઈક દબાયેલાં રહે. આ સ્થિતિને ક્ષયોપશમની સ્થિતિ કહે છે. પરમાત્માનું સ્મરણ કરતાં અને આત્મજાગૃતિવાળા ઉપયોગમાં રહેવાની પ્રવૃત્તિ કરતાં એકાગ્રતા ન હોવાથી વચમાં વિકલ્પો આવ્યા કરે અને કાંઈક સ્થિરતા હોય. આ સ્થિરતા તે પુદ્ગલોને દબાવી રાખે છે અને કાંઈક વિકલ્પવાળી અસ્થિરતાને લીધે તે પુદ્ગલો બહાર આવે છે, આને ક્ષયોપશમ કહે છે.
ક્ષાયક દશામાં તો આ સાતે પ્રકૃતિઓનો મૂળથી ક્ષય કરવામાં આવે છે. ઉપશમના વિશેષ બળને લીધે આત્મજાગૃતિમાં વધારો થતો રહે છે. આ આત્મજાગૃતિના બળે છેવટે તે શુદ્ધ મિથ્યાત્વના પુદ્ગલોનો નાશ કરવામાં આવે છે, એટલે ક્ષાયકદર્શન પ્રગટે છે. આ વખતે આવેલું પાછું ન જાય—પ્રગટેલો આત્મપ્રકાશ કોઈ પણ પ્રસંગે ન બુઝાય તેવું આત્મદર્શન થાય છે. તેને લઈને એ સાધકના આનંદનો પાર રહેતો નથી. હવેથી તે પોતાના આત્માના કાયમ દર્શન કરે છે. માટે જ તેને ક્ષાયક દર્શન કહે છે.
ઉપશમમાં અને ક્ષયોપશમમાં પણ આત્મદર્શન તો હોય છે પણ તે અખંડ નથી, તેમ શુદ્ધ પણ નથી. ઉપશમમાં આત્મદર્શન વધારે શુદ્ધ થાય છે, પણ તેથી સ્થિરતા ઓછી