________________
૫૮ આત્મવિશુદ્ધિ આવતાં કર્મને અટકાવવાં તે સંવર છે. આવેલાં કર્મોનું પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશના ભેદે અન્યોઅન્ય જોડાવું તે બંધ છે. બંધાયેલાં કર્મોને આત્માના પ્રદેશથી ભોગવીને જુદાં કરવાં તે નિર્જરા અને આત્મ પ્રદેશથી બધાં કર્મોનું નિર્જરી જવું તે મોક્ષ છે.
જ્ઞાન ભણવાના વખતે જ્ઞાન ભણવું, કાળ વેળાએ ન ભણવું, વિનયપૂર્વક જ્ઞાન શીખવું. બહુમાનપૂર્વક ભણવું, ઉપધાન અને યોગ વહનની તપશ્ચર્યા કરીને જ્ઞાન શીખવું. જ્ઞાન આપનાર ગુરૂને ઓળવવા નહિ–તેનો ઉપકાર ન ભૂલવો. અક્ષરો, કાનો, માત્ર, બિન્દુ પડ્યા ન રહે તેમ શીખવું. અર્થ સાથે ભણવું. જે ભણવામાં આવે તેનો અર્થ બરાબર સમજવો યા ધારી રાખવો. અક્ષર અને અર્થ બન્નેનું જ્ઞાન મેળવવું. આ સર્વ વ્યવહાર જ્ઞાન છે. તેનાથી સર્વ તત્ત્વોનું જ્ઞાન થાય છે.
આત્માના સ્વરૂપનું જ્ઞાન કરવું તે નિશ્ચયજ્ઞાન છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. આત્માથી જ્ઞાન જુદું નથી. છતાં સ્વભાવનું જ્ઞાન સ્વરૂપમાં સ્થિરતા કરાવે છે, ત્યારે વિભાવનું જ્ઞાન આત્મ જાગૃતિ ન હોય તો ભાન ભૂલાવી રાગદ્વેષ કરાવી નવીન કર્મબંધ કરાવે છે. માટે સ્વભાવમાં આવવા માટે વિભાવ જ્ઞાનને જાણવાની જરૂર છે. કેમ કે વિભાવથી સ્વભાવને જુદો કરવા માટે તેના પ્રતિપક્ષીને જાણવાની જરૂર રહે છે. તે જાણ્યા પછી સ્વભાવમાં સ્થિરતા