________________
આત્મવિશુદ્ધિ જ ૫૯ કરવાનું કાર્ય ચાલુ રાખવાનું છે, આ જ્ઞાન ઉત્તમ છે. કર્મ રેણુને ઉડાવનાર પવન સમાન છે અને મોક્ષનું હેતુ છે. મોહના અભાવથી પોતાના આત્મતત્ત્વનો અનુભવ થાય છે. બાહ્ય અભ્યત્તર સંગથી મુક્ત થયેલ આ પરમ જ્ઞાન છે.
જીવ અજીવ આદિ નવ તત્ત્વોની શ્રદ્ધા થવી તેને વ્યવહારે દર્શન કહેવામાં આવે છે. નિશ્ચય દર્શનના ઉપશમ, ક્ષયોપશમ અને લાયક એવા ભેદો છે. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, સમકિત મોહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વ મોહનીય આ સાત પ્રકૃતિના ઉપશમ સમ્યકત્વથી ઉપશમ કહેવાય છે. સાત પ્રકૃતિના ક્ષયોપશમથી ક્ષયોપશમ સમ્યકત્વ કહેવાય છે અને સાત પ્રકૃતિના ક્ષયથી ક્ષાયક સમ્યકત્વ યાને દર્શન કહેવામાં આવે છે. - જે વિચાર કે વર્તનથી અનંત કર્મ પરમાણુ આવે, તેમાં તીવ્ર કર્મોનો રસ પડે તે અનંતાનુબંધી કષાય કહેવાય છે. આ વિચાર કે વર્તન ક્રોધથી, માનથી માયાકપટથી અને લોભથી એમ ચાર પ્રકારે થાય છે. મનુષ્યોના દરેક વિચાર કે વર્તનમાં પ્રાયે કરી ક્રોધ, માન, માયા અને લોભ તો હોય છે જ, પણ તે સર્વેમાં કાંઈ અનંતો રસ પડતો નથી, છતાં આત્મ સન્મુખ થવારૂપ આત્મદૃષ્ટિ જ્યાં સુધી જાગૃત ન થઈ હોય ત્યાં સુધી સત્તામાં તેના બીજ હોય છે, એટલે તે જીવની આ દેહ દૃષ્ટિથી કે પુગલાનંદીપણાથી તે બીજને પોષણ મળ્યા કરે છે.