________________
૫૦ આત્મવિશુદ્ધિ ચોંટ્યા વિના ભુકો થઈ નીચે પડી જાય છે; આ જ દૃષ્ટાંતે
જ્યાં સુધી જીવને કોઈ પણ પદાર્થમાં મારાપણારૂપ મમતાની ચીકાશ અને ઢીલાશ હોય છે ત્યાં સુધી રાગદ્વેષમાં તે લેપાવાનો જ, કર્મ સાથે ચોંટવાનો જ. આ મારાપણાની મમતાવાળી ચીકાશ ગઈ કે પછી તેને કર્મ કોઈ પણ ચોંટવાના નહિ. મમતા મૂકી દેવાથી તપ થાય છે, મમતા જવાથી વ્રતો પાળી શકાય છે, અને ઉત્તમોત્તમ ધર્મ પણ નિર્મમતાથી પ્રાપ્ત થાય છે.
- નિર્મમતા લાવવા માટે ક્લેશ સહન કરવો પડતો નથી, બીજા પાસે યાચના કરવી પડતી નથી, દેશાટન કરવાની જરૂર નથી, ચિંતા કરવી પડતી નથી અને કાંઈ ખર્ચ પણ કરવું પડતું નથી. ફક્ત એક વિચારની દિશા બદલાવવી પડે છે. જેને મારું માન્યું છે તેને મારું નથી, એવું મનને મનાવો કે તરત જ નિર્મમતા આવીને ઉભી રહે છે.
નિર્મમતામાં કર્મોને આવવાની જગ્યા નથી. અશુભ કર્મનો બંધ નથી, આત્મષ્ટિનું પોષણ થાય છે, ઉપયોગની તીવ્રતા વધે છે, નિઃસ્પૃહતા સ્વાભાવિક આવે છે, જ્ઞાનવાનું બને છે, સંયમી થાય છે અને તપ ન કરવા છતાં ખરો તપસ્વી તે બને છે. જેમ જેમ નિર્મમતા વૃદ્ધિ પામે છે તેમ તેમ રાગદ્વેષાદિ દોષો નાશ પામે છે, માટે આત્માર્થી જીવોએ જેમ બને તેમ મમતા અને અહંકારનો ત્યાગ કરવા પ્રયત્ન કરવો.