________________
૧૨ આત્મવિશુદ્ધિ
સભામાં બેઠેલા ઇન્દ્રને અને ચક્રવર્તીને દેખીને તેની આ વિભાવ દશાની આસક્તિ માટે જ્ઞાનીઓને તેના ઉપર દયા આવે છે. રૂપાદિ ગુણવાન સ્ત્રીઓના પરિવારમાં બેઠેલા ઇન્દ્રાદિકને દેખીને આત્મભાન ભૂલવા માટે ધૃણા ઉત્પન્ન થાય છે. ઇન્દ્રિયોના સુખોનું સ્મરણ થતાં આત્મજાગૃતિનો નાશ થતો જોઈને તેમને અતિ કષ્ટ થાય છે. આવા મહાત્માઓ તત્ત્વજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ હોય છે.
તેવા મહાત્માઓ એકાંતમાં બેસીને ઇન્દ્રિયોથી ઉત્પન્ન થતાં સુખની અને આત્મ સ્થિરતામાંથી પ્રગટ થતાં સુખની સરખામણી જ્યારે કરે છે ત્યારે તેમને એટલું બધું આંતરૂ દેખાય છે કે ક્યાં ઝાડના પાંદડાંની બનાવેલી ઝૂંપડી અને ક્યાં બાદશાહી મહેલ, ક્યાં કેરડાનું ઝાડ અને ક્યાં કલ્પવૃક્ષોની ઘટા, ક્યાં કોડાયેલી કાંજી અને ક્યાં અમૃતરસનું પાન, ક્યાં પથ્થર અને ક્યાં સોનું આમ બન્નેની વચમાં મહાનું અંતર દેખાય છે.
કેટલાક આત્મજાગૃતિ વિનાના જીવો રાજાદિકોની વાર્તાઓમાં, વિષય રતિની ક્રીડાઓમાં, આપસ આપસના
ક્લેશમાં, ધન પ્રાપ્તિની ચિંતામાં, સંતાનની ઉત્પત્તિના ઉપાયોમાં, બાગબગીચાઓ બનાવવાના વિચારમાં, ગાય, બળદ, ઘોડા પ્રમુખ ઉછેરવાની પ્રવૃત્તિમાં, અન્યની સેવા નોકરી કરવામાં, કેટલાક લાંબો વખત નિંદ્રા લેવામાં, ઔષધાદિની શોધમાં, દેવ–મનુષ્યાદિને રંજન કરવામાં